________________
( ૧૧ ) પડયા. આ સર્વેમાં વિશિષ્ટ સ્થાન શ્રી જિનવિજયજીના લેખ સંગ્રહનું છે કારણ કે તેમણે દરેક મહત્ત્વના લેખ ઉપર કુશળતા અને પાંડિત્યભરેલા ઈતિહાસ સંશાધનપૂર્વક “અવલોકન” લખી લેખનું મહત્વ સમજાવ્યું છે. આ સર્વે સંગ્રહ જુદાં જુદાં સ્થળાના શિલાલેખે આપે છે, જયારે પ્રસ્તુત સંગ્રહ એક જ તીર્થસ્થાન આબુના સર્વે લેખે એકઠા કરી આપણી પાસે મૂકે છે અને તે પણ વ્યાપક દષ્ટિથી કરેલા “અવલોકન” સહિત, એ આ સંગ્રહની વિશિષ્ટતા છે. દરેક તીર્થરથાન સંબંધી આવી ઉત્તમ શૈલી પર લેખ સંગ્રહ કરનાર વિદ્વાન નીકળે ને પ્રકટ કરનાર ધનિકે બહાર પડે એમ ઈચ્છીશું.
આવા આદરણીય પ્રયાસ કરનાર સંશોધક મહાશય વિશેષ આયુષ્યમાન થાઓ અને ઐતિહાસિક સાહિત્ય અને સામગ્રીમાં વધારે કરે એ પ્રભુપ્રાર્થના.
૧૦ : ૧ :: ૧૯૩૮
મોહનલાલ દલીચંદ દેસાઈ (હાઈટ પ્લીડર, બી.એ. એલએલ. બી. મુ. મુંબઈ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org