________________
१६१
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् ૩૦. પ્રાણીની આ મનુષ્યભવસંબંધી મૂડી ધર્મરૂપી ધનના ઉત્પાદન
માટે છે; જો તે ફોગટ વેડફાય તો ક્યાંથી કલ્યાણનો સંગમ
(મોક્ષ) થાય ? ૩૧. કુકર્મમાં રક્ત એવા અમારા વડે યુવવસ્થામાં બ્રહ્મચર્યમાં
નિષ્કપટ લય ન કરાયો, હમણાં વૃદ્ધાવસ્થાને પામેલા અમે અતિ સુખ આપનાર મોક્ષ માટે શું કરીએ ? આજે જરા વડે શરીર અસ્થિર થયે છતે કાર્યો કરવામાં સમર્થ નથી જ;
પશ્ચાતાપથી હણાયેલા ચિત્તમાં ધર્મનો પ્રેમ ક્યાંથી હોય ? ૩૨. ખરેખર સંસારમાં રહેનાર આ સર્વ લોક અનિત્ય છે, કોઈ
પણ પ્રમાદી પોતાના નાશની પરવાહ કરતો નથી અથવા શરીરધારીઓમાં ઉત્પન્ન થયેલો કોણ મૃત્યુ પામતો નથી ? તેથી મોટા માણસોનો વિષાદ અને કાતરતા ખરેખર ઉચિત
નથી. ૩૩. જમીન, સ્ત્રી, ખોરાક, વસ્ત્ર અને ધન જેઓને છે, તેઓ
પણ ખરેખર સુખી નથી. એથી વિપરીત અવસ્થાવાળા એટલે દરિદ્રો પણ દુઃખી હોય છે; હકીકતમાં તો અજ્ઞાનતા જ
દુઃખ છે. ૩૪. મુઢમતિવાળો માણસ સુખને માટે જે જે આચરે છે તે તે
સુખના ભ્રમને કરનારું અને ભાવિમાં દુઃખને આપનારું છે, જ્ઞાની કર્મના નાશને માટે જ પ્રયત્ન કરે છે, કર્મમુક્તને
સુખ જ હોય છે. લેશમાત્ર દુઃખ હોતું નથી. ૩૫. તે દેખાતી નથી તો પણ) બન્ને આંખ ઉત્સુક્તાને વહન
કરે, બન્ને કાન તેણીના વચનામૃતનું પાન કરવા માટે તૃષ્ણાને પણ વધારે, હૃદય વડે અનુભવાયો છે સ્ત્રીનો સંયોગ જેના વડે એવા હે ભાઈ ! (મન) ફરીવાર પણ તેણીને પ્રાપ્ત કરવા માટે જ તું ઉતાવળ કરે છે; ખરેખર પ્રિય વિષયમાં કોની તૃપ્તિ સંપૂર્ણ થાય છે ? અર્થાત્ કોઈને થતી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org