________________
उच्छेदो विषयस्य वत्स ! करणव्यापाररोधक्रिया, साधोरेव यशस्तनोति न पुन, विश्वम्भराया: प्रभोः। राजानः क्षमयैव साधव इव, श्लाघ्या भवन्त्यन्वहं, निर्भीकाः परलोकतश्च समिति-स्फारकस्फुरत्कीर्तयः।।२८।।
(શાર્દૂવીડિતમ્) વિષયનો ઉચ્છેદ અને ઇન્દ્રિયવ્યાપારરોધની ક્રિયા સાધુનો જ યશ ફેલાવે છે. પરંતુ પૃથ્વીના રાજાનો નહીં. રાજાઓ ક્ષમા વડે સાધુની જેમ હંમેશા પરલોકથી નિર્ભય અને સમિતિથી પ્રસરતી કીર્તિવાળા થાય છે.
જીવાનંદ વૈદ્યના ભવમાં એક ગ્લાન મુનિની ચિકિત્સા કરે છે, ત્યારે તે મુનિ ઉપદેશ આપે છે, તે શ્લોકની અંતિમ પંક્તિ ઉત્તરાધ્યયનની પંક્તિ નો પિતાને પરસેવફ, સી માં પડિલેવડું નો જ અનુવાદ.
तद् ग्लानस्य चिकित्सनं जिनतनूपास्त्या समं वर्णितम्
શ્રી આદિનાથ ભગવાનના ૧૨ ભવ પૂર્ણ કરી કુલકરોના ચરિત્રોનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ કુલકર વિમલવાહન ચંદ્રયશાનો પૂર્વભવ વર્ણવે છે. એક વખત સાગરચંદ્ર વનમાં મિત્રો સાથે ફરવા જતો હોય છે. ત્યારે દૂરથી કોઈ સ્ત્રીનો અવાજ આવે છે બચાવો બચાવો. એટલે સાગરચંદ્ર ત્યાં જઈને તે સ્ત્રીને લુંટારુઓના હાથમાંથી બચાવે છે અને તે સ્ત્રીનું નામ, પિતાનું નામ વગેરે જાણી તેને પરણવાની ઇચ્છાવાળો થાય છે. અને તે સ્ત્રી પણ સાગરચંદ્ર પ્રત્યે અનુરાગવાળી થાય છે. આ વૃત્તાંત સાગરચંદ્રના પિતા જાણીને તેને એકાંતમાં બેસીને સમજાવે છે. राज्ञामेव विराजतेऽद्भुतभुजा-ऽवष्टम्भसंरम्भिता, नेयं विप्रवणिग्जनस्य यशसे, बर्हिस्तुलाधारिणः । उत्तीर्णं निजजातितो न हि शुभो-दर्काय पुंश्चेष्टितं, पक्षोत्थानमुपानयेन मरणं, किं कीटिकानां कुले।।४४।। (शार्दूलविक्रीडितम्)
૧૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org