________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम्
१५९ આ મનુષ્યો છે, તો ક્યાંથી ધર્મધ્યાન હોય? પૈર્ય પણ ક્યાં સુધી ટકી રહે ? સુખ પણ ક્યાંથી હોય ? આયુષ્ય તો
ઓછું છે. તેથી શક્તિ પ્રમાણે સુકૃત કરો. ૧૩. સત્કર્મોથી જોડાયેલાનો આ પ્રથમ ગુણ છે :
સજ્જનો સાથે સંગતિ, વ્યસનોથી નિવૃત્તિ, પુણ્યાનુબંધનો સંયોગ, પરમ વિવેક, કલંક વગરની કીર્તિ, મિથ્યાજ્ઞાનનો
નિરાસ. ૧૪. ધર્મથી શ્રેષ્ઠ ખરેખર કોઈ સત્કૃત્ય નથી. ચાર પ્રકારના ધર્મમાં
પણ અહીં દુષ્ટ કર્મોનો નાશ કરનાર તપ છે. (તમાં) અહીં સ્વાધ્યાય જ શ્રેષ્ઠ છે. તે પાંચ પ્રકારનો છે, તેમાં પણ
ધર્મકથા વૈરાગ્યને માટે સમર્થ છે. ૧૫. મહામુનિઓની આખ્યાયિકા અને તીર્થકરોના ચરિત્રો સાથે
ધર્મની કથા પણ હર્ષને આપે છે, વૈરાગ્યને દઢ કરે છે,
પાપને હણે છે. ૧૬. જે કવિઓ યુવાનોના મનોરંજન માટે અત્યુક્તિથી ભરેલા
વાક્યો વડે સ્ત્રીઓનું વર્ણન કરે છે, તેઓ કામદેવરૂપી સર્પના ઝેરથી વિચલિત થયેલા જીવલોકના રક્ષણ માટે વિષની ભારી
જેવી રચના બોલી રહ્યા છે. ૧૭. વ્યુત્પત્તિવાળા અને રસવાળા એવા હજારો પ્રબંધો પૂર્વાચાર્યો
વડે કરાયેલા છે. (તોપણ) સ્ત્રીઓ અને બાળજીવોના બોધને
માટે 2ષઠશલાકાપુરુષોના ચરિત્રોને હું કહું છું. ૧૮. તીર્થકર, ચક્રવર્તી, પ્રતિવાસુદેવ, બલદેવ અને વાસુદેવો
જિનેશ્વરરૂપી સૂર્ય અને અન્ય પ્રહરૂપી અન્યોથી યુક્ત ક્રમે કરીને તેઓ વડે મોક્ષસુખ મેળવવા માટે શલાકા મોકલાયેલી
છે. તેથી કરીને તેઓ શલાકા પુરુષ કહેવાય છે. ૧૯. ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ,
સુપાર્શ્વ, ચંદ્રપ્રભા, સુવિધિ, શીતલ, શ્રેયાંસ તે પછી ૨૦. શ્રી વાસુપૂજ્ય, વિમલ, અનન્ત, ધર્મ, શાંતિ, કુંથુ, અર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org