________________
(૭૨)
ભેજપ્રબંધ ભાષાંતર.
જ્યાં મંત્રી ગુણવાનને જોઈને પોતાની ગ્રીવાવક કરતો હોય અને જ્યાં ખી પુરૂષનું પ્રબળપણું હોય, ત્યાં સજાને અવસર શી રીતે મને છે ? ભલે રાજા સંપત્તિ રહિત હોય, પરંતુ જે તે સેવવા લાયક ગુણ કરીને સહિત હેય તે તેને સેવ. કારણકે કઈ વખત તેવા રાજાથી જીદગી પર્વતની સેવાનું ફળ એક સાથે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મારા પિતાની કહેલી શિક્ષા મેં યાદ રાખી છે. વળી હે રાજન ! અદાતાર(કૃપણ) ની દાક્ષિણ્યતા કેઈપણું રાખતું નથી. જુઓ, પહેલાં દધીચિ, કર્ણ, શિબિ અને વિકમ વિગેરે રાજાઓ થઈ ગયા છે, તે પરલોકમાં ગયા છે તો પણ પોતે કરેલા દાનથી ઉત્પન્ન થયેલા નવા નવા ગુણવડે તેઓ આ જગતમાં જીવતા જ છે. તે રીતે બીજા પણ કરોડ દાતારે જગતમાં વિદ્યમાન છે. વળી હે રાજન ! કહ્યું છે કે “આ દેહ તો પડવાનો જ છે. તેની રક્ષા શું કરવી? પરંતુ એક યશ કે જે કદાપિ નાશ પામતા નથી, તેની જ રક્ષા કરવી ગ્ય છે; કારણકે શરીર નાશ પામ્યા છતાં પણ મનુષ્ય યારૂપી શરીરવડે જીવતો જ રહે છે. પંડિત કે મૂખ, બળવાન કે નિબળ અને રાજા કે રંક એ સર્વ ઉપર મૃત્યુ તે એક સરખી રીતેજ વતે છે, તેથી હે જીવ! તારૂં ચાલ્યું જતું આયુષ્ય એક નિમેષ માત્ર પણ રહે તેમ નથી. માટે આ અનિત્ય દેહવડે અમૂલ્ય કીતિને જ તું ઉપાર્જન કર.” વળી હે રાજા ! –“જે પુરૂષનું જીવિત જ્ઞાન, પરાક્રમ, કળા, કુળ, લજજા, દાન, ભેગ અને એશ્વર્યા રહિત હોય તો તેવું જીવિત શું પંડિતે જીવિતમ ગણે છે ? નથી ગણતા.”
આ પ્રમાણે તેને પરમ ઉપદેશ સાંભળી ભેજરાજા જાણે આ મૃતના પૂરમાં સ્નાન કર્યું હોય અને પરબ્રહ્મમાં જાણે લીન થયે હેય એમ અત્યંત આનંદપા અને હર્ષના અશ્ર મૂકી કહેવા લાગે કે“હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! આ જગતમાં પ્રિય વચન બોલનાર પુરૂષો નિરતર સુલભ હોય છે, પરંતુ અપ્રિય પણ હિતકારક વચન બેલનાર તથા સાંભળનાર પુરૂષે દુર્લભ છે.” એમ કહી રાજાએ તે બ્રાહ્મણને લક્ષ દ્રવ્યનું દાન દઈ પૂછ્યું કે “હે વિપ્ર ! તમારું નામ શું છે? તેણે પોતાનું નામ પૃથ્વી પર લખ્યું. તે વાંચી રાજાએ તેનું ગોવિંદ નામ જાણ્યું, અને પછી કહ્યું કે-“હે વિપ્ર ! તમારે હમેશાં મારા રાજભવનમાં આવવું. તમને અંદર આવતાં કેઇ પણ અટકાવશે નહીં અને તમારે મને નિરંતર હિતવચન કહેવાં, વિદ્વાન, કવિઓ અને કૌતુકીને સભામાં લાવવા, તથા કોઈ પણ વિદ્વાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org