________________
(૪૭)
અધિકાર રેજે. આ રાજાઓ, ક્ષત્રિય અને સુભટ ખ, ઢાલ, બરછી, યમદાકા વિગેરે શાસ્ત્ર અને અધાદિક વાહનોના આડંબરને ધારણ કરનારા સેંકડોની સંખ્યામાં છે, પરંતુ આ દરિદ્રની પાસે જેટલી બાણકળા છે તેટલી પણ કમના વિશથી આ વીરેને આવડતી નથી. કહ્યું છે કે –
દેવને આધીન ફળ હોવાથી આપણે મનુષ્ય શું કરી શકીએ ? તે પણ એટલું તે કહી શકીએ કે ઉકેલીના પદ્ધ બીજા પદ્ધની જેવા તે નથી જ.” ત્યારપછી રાજાએ પ્રસન્ન થઈને તેને પાંચ અશ્વો, લાખ સુવર્ણ અને સેનાપતિનું સ્થાન આપ્યું; તેથી તે વિમળનું જન્મ પતનું દારિદ્ર નાશ પામ્યું. કહ્યું છે કે–“શેરડીનું ક્ષેત્ર, સમુદ્રનું પ્રયાણ, અમુક જાતિને પાષાણ અને રાજાની કૃપા એ ક્ષણવારમાં દરિદ્રતાને હણે છે.”
ત્યારપછી વિધાતાની જેમ ચતુરાઇની સીમાના સ્થાનરૂપ અને આશ્ચર્યમય એવા આ વિમળના અતિ કુટિલ અને ગુપ્ત વિચારોની શ્રેણું કે જાણી શકતું નહીં; પરંતુ કેવળ શત્રુરાજાના નિવાસેની પૃથ્વીપર જડેલા મણિએ આ વિમળના અધોની ખરીઓના અગ્રભાગવડે છેદાઈ ગયા છે એમ સાંભળવામાં આવતું હતું. એ રીતે સામ, દામ, દંડ અને ભેદ એ ચારે ઉપાયને પ્રવેગ કરવામાં ચતુર એવા વિમળે યુદ્ધવડે સમગ્ર શત્રવર્ગના ગર્વને જીતી લીમરાજાનું એકછત્ર રાજ્ય કર્યું, અને તેના દંડમાં આવેલા ધનવડે તેણે રાજાને કેશ (ભંડાર ) ભરપૂર કર્યો. ત્યારપછી શરડતુના સૂર્યની જેમ ઉગ્ર પ્રતાપવાળે, સિંહની જેમ સંગ્રામમાં શુરવીર, કલ્પવૃક્ષની જેમ અથીઓના મનોરથને પૂર્ણ કરનાર, સમગ્ર સીમાડાના રાજાઓના મસ્તક ઉપર ભીમરાજાની આજ્ઞાને મુગટરૂપ કરનાર અને દરરોજ પ્રભાતે રાજાઓના સમૂહ વિગેરેવડે જેના ચરણકમળ સેવાતા હતા એવો તે વિમળ દંડનાયક સુખે રહેવા લાગ્યો.
રાજાની કૃપાનું સ્થાન થવાથી તથા પિતાની શૂરવીરતાથી ગર્વ પામેલે આ વિમળ સવ ક્ષત્રિયમંડળને તૃણ સમાન ગણવા લાગ્યું. કહ્યું છે કે-“કુળ, વિત્ત, શ્રત, રૂપ, શોર્ય દાન અને તપ એ સાત પ્રાય કરીને મનુષ્યને ગર્વના હેતુ છે. તેને ગર્વ દૂર કરવા માટે અન્યદા પુરેહિતે તેને કહ્યું કે–સામાન્ય મનુષ્ય પણ રાજાને આશ્રય કરી સામંત, મંત્રી, સેનાપતિ, પુરોહિત વિગેરે પદવીને પામી માહભ્યને ધારણ કરે છે તે ખરેખર સેવકજનને કલ્પવૃક્ષ સમાન રાજાને જ પ્રસાદ છે. કહ્યું છે કે –“દેડકે સપના મસ્તક પર ચડીને જે નૃત્ય કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org