SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮ ) ભાજ પ્રશ્નધ ભાષાંતર. કરી સર્વ અંગે આલિંગન કરીને રહેલી છે, તથા સવ` રાજાઓમાં ભાજરાજા શ્રેષ્ઠ છે કે જે માત્ર વચનથી જ ખુશી થઇને લાખથી એ દાન આપતા નથી. જેમ મુવ ના કચાળામાં ઉકાળેલું દૂધ અને તેમાં ચીની સાકર નાંખીએ તેમ આ પણ ત્રિવેણીનેા સંગમ થયેલા છે તે કેાના હૃદયને ખુશી ઉત્પન્ન ન કરે ? પરંતુ વિવેકનારાયણ ( વિવેકી માણસાનું સ્થાન ) એવા નામથી પ્રસિદ્ધ સિત્તેર હજાર ગામવાળા ગુર્જર દેશના આભૂષણરૂપ જે અણહિલપુર પાટણ છે તેની તુલનાને ધારાનગરી પામી શકે તેમ નથી; કારણકે સમગ્ર ગુણને જીતનારા જે પાટણને જોઇ લકા શકાવાળી થાય છે, ચંપા કપાયમાન થાય છે, કુશાનગરી દેશા વિનાની થઇ ગઇ છે, કાશીપુરીની સંપત્તિ નારા પામી છે, મિથિલાનગરી શિથિલ આદરવાળી થઈ છે, ત્રિપુરી વિપરીત લક્ષ્મીવાળી ( લક્ષ્મી રહિત ) થઈ છે, મથુરા નગરી મદ આકૃતિવાળી થઇ છે અને ધારાનગરી નિરાધાર થાય છે. વળી તે પાટણમાં એક કઢાઇની દુકાને હમેશાં પાંચસા તે વિદુર જાતના માદકે જ વેચાય છે, જોકે એક વાર તે મેદક જેણે લીધા હોય તેને ફરીથી મેદક લેવાજ પડતા નથી. એકદા તે પાટણમાં કાઇક ભીમ નામના મારવાડી પેાતાની ભાર્યાં સાથે આવ્યા. ત્યાં કોઈ ઠેકાણે ભાર્યાને બેસાડી તે ભેાજન લેવા માટે કઢાઇની દુકાને ગયેા; તેટલામાં તેની ભાર્યાં તે નગરનુ કેતુક જોવામાં ઉત્કંઠિત થવાથી આમ તેમ ફરવા લાગી. થાડીવારે તે મારવાડી ભેાજન લઈને તેને મેલાવવા આવ્યો. તે સ્થાને તેણીને નહીં જોવાથી તે તેની શેાધ માટે નગરમાં ભમવા લાગ્યા, તેની સ્રી પણ તેની શોધ કરવા ભમવા લાગી. એ રીતે .પરસ્પરની શોધ કરતાં તે બન્ને છ માસ સુધી નગરમાં ભમ્યા, પરંતુ કોઇ કોઇને હાથ લાગ્યું નહીં, ત્યારે તે સ્રીએ રાજા પાસે જઇ વિજ્ઞપ્તિ કરી કે— “ હે સામનાથ રાજા ! દુ:ખી જનાનુ પિતૃગૃહ રાળ જ છે, તેથી શરીરે શ્યામ વર્ણ વાળા, ત્રીશ વર્ષની ઉમરવાળા અને ડાબી આંખે કાણા મારા ભીમ નામના પતિ આ તમારા નગરમાં છે, તે મારાથી છૂટો પડી ગયા છે, તેને કૃપા કરીને શોધી આપે. ” તે સાંભળી દયાળુ રાજાએ તેવા પ્રકારના ખત્રીશ વરસ લગભગની વયના ડાબી આંખે કાણા, ભીમ નામના માણસાને ભેળા કર્યાં તા તેવા પાંચસા ભીમ ભેળા થયા. તેમાં જે શરીરે ગાર વર્ણ વાળા અને ઉમ્મરે પચાસ સાહ કે શીતેર વર્ષની વયવાળા અને જમણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy