________________
(ર૦૦)
ભોજપ્રબંધ ભાષાંતર બો કે–“અહે! કાવ્યને માટે મેરૂ નાશ પામે, કવિએરૂપી બજારમાં અમૂલ્ય રત્નોને સમૂહ વીખરાઈ ગયે, શબ્દનો સમુદ્ર સૂકાઈ ગયે, વાક્યરૂપી માણિક્યનો કેશ ખુટી ગયે, વક્રોક્તિનું નિધાન નાશ પામ્યું, હા! હા! દિવ્ય વાણુ હણુઈ ગઈ, કે જેથી પ્રા
થી પણ અધિક પ્રિય એવા બાણને આજે વિધાતાએ દીઘનિદ્રામાં સુવાડ્યો.” આવી પ્રશંસા સાંભળી બાણુ કવિ પ્રસન્ન થયા અને પાછા ધીમે ધીમે સચેત થઈ ગયા.
એકદા બાણ કવિ કાદંબરી નામના ગ્રંથ રચતા હતા. તેમાં પંપા સરોવરનું વર્ણન કરતાં તેને જળદરને વ્યાધિ થયો. તેથી તેણે વૈદ્યને બોલાવી વ્યાધિ થવાનું કારણ પૂછ્યું, એટલે પંપા સરોવ૨નું વર્ણન જ વ્યાધિનું કારણ જાણ્યું, તેથી તેને દૂર કરવા માટે તેણે મારવાડ દેશના પ્રીમઋતુની ગરમીનું વર્ણન કર્યું. તેથી તેનો વ્યાધિ દૂર થયો. પછી પિતાનો અંત સમય આવ્યો ત્યારે કાદંબરીને પૂર્વાધ ભાગ પૂર્ણ રચાયો હતો અને ઉત્તરાર્ધ ભાગ બાકી હતા, તેને સંપૂર્ણ કરવા માટે પોતાના બન્ને પુત્રોને બોલાવી સુગમ કાવ્યની પરીક્ષા માટે તેમને શુષ્ક વૃક્ષનું વર્ણન કરવા કહ્યું. ત્યારે મે પુત્ર બે કે–“જુવો વૃત્તતથયછે” (સુઝાડ આગળ ઉભું છે.) આ પ્રમાણે વર્ણન કર્યું. પછી બીજા પુલિંદ્ર નામના પુત્રે આ પ્રમાણે કહ્યું “રિસરૂદિ વિસતિ પુરતઃ” (અહીં આગળ નીરસ તરૂ વિલાસ પામે છે–ભે છે.) આ પ્રમાણે બીજાની મનેહર કાવ્યકળા જોઈ બાણે તેને જ ઉત્તરાધ કાદંબરી કરવાની આજ્ઞા આપી, અને તે તેણે પૂર્ણ કરી.
ઇતિ બાણુ અને મયૂર કવિને પ્રબંધ:
આ પ્રમાણે મોટા ભોજરાજાની દાનકળા જૈનાચાર્યના મુખથી સાંભળી હર્ષ પામેલા ભેજરાજા પિતાના મહેલમાં ગયા.
રત્નમદિરે રચેલા આ ભેજપ્રબંધમાં કવિઓને આનંદ કરનારે આ છો અધિકાર પૂર્ણ થયો. આ છઠ્ઠા અધિકારમાં મોટા ભેજ રાજા, કાળીદાસ, બાણ અને મયૂર વિગેરેનું વર્ણન આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org