SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) ભોજપ્રબંધ ભાષાંતર. શિયે તે તત્તwiઘન ગાત” આ સમશ્યાને મળતા બીજા ત્રણ પાદ કરી કલેક પૂર્ણ કરે છે એટલે તરતજ કાળીદાસે આ પ્રમાણે લેક કહ્યો:– जगति विदितमेतत्काष्ठमेवासि मन्ये, तदपि च किल सत्यं कानने वर्धितोऽसि । न च कुवलयनेत्रापाणिसङ्गोत्सवेऽस्मिन् , मुशल ! किशलयं ते तत्क्षणाद्यन्न जातम् ॥ १॥ “હે મુશળ ! જગતમાં આ વાત પ્રસિદ્ધ જ છે, કે તું કાષ્ટ જ છે. તેમાં પણ હું માનું છું કે તું ખરેખર અરણ્યમાં વૃદ્ધિ પામ્યો છે તે સત્ય છે, પણ આ કમલાક્ષીના હસ્તસંગના ઉત્સવમાં તું વૃદ્ધિ પામ્યો નથી, (વિકસ્વર થયો નથી, તેથી કરીને જ તેણીના હાથનો સ્પર્શ થયા છતાં પણ તને તત્કાળ કિસલય ઉત્પન્ન થયા નહીં. તે સાંભળી રાજાએ તેને લક્ષ દાન આપ્યું. એકદા ભટ્ટમિશ્ર અને દંડી એ બે કવિએ પોતાની કવિત્વકળાની પરીક્ષા આપવા કાળીદાસ પાસે આવ્યા. તેમાં ભકમિશે આવા અથવાળે લોક કહ્યો-“ સર્વ રાજાઓના ભાલસ્થળમાં તિલકરૂપ જીમૂતવાહન નામે રાજા પૃથ્વી પર પ્રસિદ્ધ હતો, તેણે પિતાનું શરીર ગરૂડના મુખ કુહરમાં કમાડની જેમ આપીને સપન વિનાશ નિવાર્યો હતે.” પછી દંડીએ આવા અથવાળે ક કહ્યો. - પક્ષીઓના સ્વામી(ગરૂડ) ને સર્પસમૂહને કવળરૂપ કરવાની વાંછાને જે રસ હતો તેને પોતાના શરીરના દાનવડે દૂર કરી તે જીમૂતવાહન રાજાએ આખા જગતનું રક્ષણ કર્યું છે એમ હું માનું છું, નહીં તો મોટે બળવાન તે ગરૂડ શેષનાગને પણ કવળ કરી જાત અને તેમ થવાથી નિરાધાર પૃથ્વી કયાં રહેત ? મેઘ ક્યાંથી હોત? પર્વતે ક્યાંથી હતી અને આ દિપતિઓ પણ ક્યાંથી હોત? આ પ્રમાણે તે બન્નેને શ્લેક સાંભળી કાળીદાસે એકજ કવિતાથી તેમને ઉત્તર આપે કે-“ સુવર્ણના વર્ણ જેવાં (પીળાં ) જીણ પાંદડાં તથા કર્ણપર્યત દીર્ઘ લોચન.' આ પ્રમાણે વાદી ભટ્ટમિશ્ર કવિ તથા દંડી કવિને જવાબ આપે. વળી કાળીદાસે આવા અથવા શ્લોક કહ્યો.-રાત્રીએ ચાલતી દીવાની શિખાની જેમ તે કન્યા ૧ આ ઉત્તર ભાવાર્થ સમજાય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy