________________
અધિકાર ૬ ટી.
(૧૬૫) કુંકણુ દેશના રાજાના પરાજય કર્યાં, તેથી તે પ્રાણ લઈને નાશી ગયા છે.” તે સાંભળી રાજાએ તેને નામ આપ્યું. ત્યારપછી તે એડેલામાંથી જયદેવ કવિ ખેલ્યા કે— પૃથ્વીની રક્ષા કરવામાં નિપુણ એવા હે શ્રી ભેાજરાજા ! તમારા સૈન્યે ઉડાડેલા રજસમૂહવÝ ઢંકાયેલું આકાશ જોઇ તત્કાળ દક્ષિણદેશના રાજા સગરહિતએકલા, હાથી રહિત, સેવક રહિત, માંધવ રહિત, મિત્ર રહિત, લક્ષ્મી રહિત, પુત્ર રહિત, ભાઈ રહિત, અને અન્ધ રહિત નાશી ગયા.” આવા અર્થવાળા તે કવિએ શ્લાક કહ્યો, ત્યારે તેની સ્પર્ધાથી રિવાઁ કવિ આલ્યા કે—“ હું ભેાજરાજા ! મહા વેગથી ઉલ્લાસ પામતી આપની મેટી સેનાએ ઉડાડેલી પૃથ્વીની રજથી શ્યામ થયેલી દિશાઓને જોઇ હુસ પક્ષીઓએ અકાળેજવર્ષાઋતુ વિના જ માનસસરોવર તરફ જવાના ઉદ્યમ કર્યો, અને મયુરના સમૂહેાએ અકાળે જ મનેાહર નૃત્ય શરૂ કર્યું...” તે સાંભળી રાજાએ તે બન્નેને પાંચ પાંચ લક્ષ દ્રવ્ય આપ્યું. પછી તે રાજાએ તે બન્નેનું પરસ્પર વૈર જાણી તે દૂર કરાવ્યું અને પરસ્પર આલિંગન કરાવી તથા પરસ્પરના વસ્ત્રાલ કારો એક બીજાને અપાવી અનેની મિત્રાઇ કરાવી. ઇતિ જયદેવ હરિવાં પ્રીતિ પ્રખધઃ
એકદા રાત્રીસમયે ધારાનગરીમાં ફરતા ભેાજરાજાએ એક શિવાલયમાં એ મનુષ્યા સુતેલા જોયા; તેથી ગુપ્ત રીતે તેમની ચર્ચા જોવા તે ત્યાં ઉભા રહ્યા. તેવામાં એક પુરૂષ જાગૃત થઇ ખેલ્યા કે “ અરે ! આ મારા સંથારા પાસે કાણ સુતા છે ? જાગે છે કે નહીં ? '' ત્યારે બીજો મેલ્યા કે—“ હે વિપ્ર ! હું તમને પ્રણામ કરૂ છું. પણ એક બ્રાહ્મણપુત્ર છું. તમને રાત્રીના પ્રારંભે અહીં સુતેલા જોઈ તથા દીવા મળતા હતા તેથી કમડળ અને ઉપવીત વિગેરેવર્ડ તમને બ્રાહ્મણ જાણી તમારા સચારા પાસેજ હું સુતા હું. હમણાં તમારે રાબ્દ સાંભળી હું જાગ્યો છું. '' તે સાંભળી પહેલા બ્રાહ્મણ એલ્યા કે- હે વત્સ ! તેં મને પ્રણામ કર્યાં, તેથી હું તને ચિરાયુષને આશીર્વાદ આપુ છું. હે વત્સ ! કહે, તું કયા દેશથી આવે છે ? અહીં શા કામે આવ્યેા છે ? અને તારૂ નામ શું છે ? ” ત્યારે તે મેલ્યા કે—“ હે વિપ્ર ! મારૂ નામ ભાસ્કર છે. પશ્ચિમ સમુદ્રને કાંઠે પ્રભાસ નામનું પ્રસિદ્ધ તીર્થં છે, ત્યાં હું રહું છું. હું મારા દેશમાં રહેતા હતા, ત્યારે ત્યાં માલવ દેશના કોઇ માણસ આવ્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org