________________
(૧૫૮)
ભોજપ્રબંધ ભાષાંત.. આ જગત જીવે છે એમ હું માનું છું. તથા હે ચકવત મેઘરાજા ! શાલના ક્ષેત્રોમાં અને શિલા ઉપર, ગિરિના શિખર ઉપર અને ખાડામાં, ચંદનના વૃક્ષે ઉપર અને બેહેંડાના વૃક્ષો ઉપર તથા ખાલીને વિષે અને ભરેલાને વિષે સમગ્ર પૃથ્વી ઉપર સ્નિગ્ધ ગજવવડે એક સરખી રીતે વરસતા તારા વિપકારી વ્રતને હું નમસ્કાર કરૂં છું.” તે સાંભળી રાજાએ તેને લક્ષાંક આપ્યા. પછી મેઘની ગર્જના સાંભળી રાજાએ મેઘને કહ્યું કે–“હે મેઘ ! જે તારી ધારાવડે ઉદબીતા જળના પ્રવાહ પૃથ્વી પર દાડતા હોય તો જ લેકમાં મમતા, દાક્ષિણ્ય, અને સ્ત્રીપુત્રાદિક ઉપરનો સ્નેહ વિગેરે જાગૃત થાય છે.”
એકદા ભોજરાજાનું મોટું સરોવર જોઈ કેઈ કોકવાળા સાથેવાહે કહ્યું કે- જે કઈ પોતાની બે ભુજાવડે તરીને આ સરોવરમાં પશ્ચિમ દિશાથી પેસી પૂર્વ દિશામાં નીકળે તેને હું એક હજાર સેનૈયા આપું.” તે સાંભળી કેઈ કાપડી-ભિક્ષુક લેભના વશથી તે સરોવરમાં પેઠે. વચ્ચે જતાં ડુબી જવાથી મરણ પામી વ્યંતર થયે. પછી પ્રભાતે તે સરોવરમાં એક મુંદ્રા હાથ જેવડું મસ્તક બહાર કાઢી પાણી ભરનારી સ્ત્રીઓની પાસે પન ગુતિ’-એકવડે બુડે છે” એમ હમેશાં ત્રણવાર તે વ્યંતર બેલતે હતો. તેથી સર્વ લોકે ભય પામ્યા. કેઈ પણ તે સરોવરનું પાણી પીવું નહીં. પછી લેકેએ રાજાને તે વાત જણાવી. તેને અર્થ નહિ જાણવાથી રાજાએ પંડિતને પૂછયું. તેઓ પણ તેને અર્થ જાણી શક્યા નહીં, તેથી તેમણે છે માસની અવધિ માગી. પછી સર્વ પંડિતમાં જે મુખ્ય પંડિત વરરૂચિ હતો તે તેને નિર્ણય શોધવા પરદેશમાં ફરવા લાગ્યો. તેણે વિચાર્યું કે-એક વૃદ્ધ માણસ જે વાત જાણે છે, તે કરોડો યુવાન પુરૂષો પણ જાણતા નથી અને એવા વૃદ્ધ માણસે મારવાડમાં હોય છે.” એમ વિચારી વરરૂચિ મારવાડમાં ગયે. ફરતાં ફરતાં તેણે એક અતિ વૃદ્ધ પશુપાળ (ભરવાડ) ને જોયો. તેની પાસે જઈ પંડિત તેનો અર્થ પૂછયો. ત્યારે તે પશુપાળે કહ્યું કે –“હું પોતે જ તારા રાજાને તેના અર્થ કહીશ, પરંતુ આ કુતરાનું બચ્ચું શુભ લગ્નમાં જગ્યું છે, તેથી કે માણસ તેને પિતાની ખાંધે લઈ માળવામાં રાજાની સભામાં જઈને મૂકશે તે તે ત્યાં સુવર્ણમય થઈ જશે.” આ પ્રમાણે તે વૃદ્ધનું વચન સાંભળી તે ધાનના બચ્ચાને પિતાની ખાંધે ચઢાવી વરરૂચિ પંડિત તે પશુપાળની સાથે ભેજરાજાની સભામાં આવ્યું. અને “આ વૃદ્ધ આપના પ્રશ્નનો જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org