________________
(૧૫૦)
ભોજપ્રબંધ ભાષાંતર પરંતુ આવી હદયથી પણ દુછતા કેઈની સાથે કરવી નહીં.” પછી રાજાએ તે સર્વ કવિઓને લક્ષ લક્ષ ધન આપ્યું.
ઈતિ સપ્ત કવિ પ્રબંધ:
એકદા ભોજરાજા નગરની બહાર ઉદ્યાનમાં જતા હતા, ત્યાં ધારાનગરી તરફ આવતા કેઈ બ્રાહ્મણને તેણે જોયું. તેના હાથમાં ચામડાનું કમંડળ હતું, તેથી તે દારિદ્રવડે પીડા પામેલે દેખાતો હત, તે પણ તેનામાં કાંઈક કળાવિલાસ હતું, તેથી તે વિશેષ શોભતો હતો. આ પ્રમાણે જાણવાથી રાજાએ વિચાર્યું કે –“આ બ્રાહ્મણ દારિદરૂપી અગ્નિથી બળેલો છે તે પણ વિશેષ શોભાને ધારણ કરે છે, તેથી ખરેખર આ કઈ મહા વિદ્વાન હે જોઇએ.” એમ વિચારી રાજાએ પોતાનો પર્વત જે ઉચો અશ્વ તેની પાસે ઉભે રાખી તેને સાભિપ્રાય વચન કહ્યું કે-“હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તમારા હાથમાં ચર્મનું પાત્ર કેમ છે?” આ પ્રમાણેનું રાજાનું સાભિપ્રાય વચન સાંભળી બ્રાહ્મણે વિચાર્યું કે–“ હું જેને માટે અહીં આવું છું, તેજ આ મહાપુરુષ ભેજરાજા સંભવે છે.” એમ વિચારી તે છે કે આવા ઉદાર ચરિત્રવાળા શ્રી ભોજરાજા પૃથ્વી પર રાજ્ય કરે છે, તેથી પૃથ્વી પર લેહ અને તામ્ર એ બે વસ્તુને અભાવ થયો છે, તેથી મારી પાસે ચર્મમય પાત્ર છે.” તે સાંભળી ચમત્કાર પામેલા રાજાએ ફરીથી કહ્યું કે –“હે વિપ્ર ! હમણું ધારાનગરીનો રાજા પૃથ્વી પર રાજ્ય કરે છે તેથી લેહ અને તામ્રને અભાવ થયે એમ કેમ કહે છે?” ત્યારે તે બે કે– શ્રી ભેાજરાજાના રાજ્યમાં બે વસ્તુ દુર્લભ થઈ પડી છે. એક તો શત્રુઓને માટે અસંખ્ય બેડીઓ ઘડાવવાથી લોઢું અને બીજુ અસંખ્ય તામ્રપત્રપર લેખો લખી આપવાથી તાંબું એ બે વસ્તુ પૃથ્વી પર દુર્લભ થઈ પડી છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેને કના અક્ષર ગણી તેટલા લાખ ટંક આવ્યા. તે લઈ બ્રાહ્મણ પોતાના દેશ તરફ ગયો.
એકદા કેઈ કુંભારની સ્ત્રીએ રાજ્યદ્વારમાં આવી દ્વારપાળને કહ્યું કે—-“મારે રાજા પાસે જવું છે. તેણે પૂછયું-“તારે રાજાની સાથે શું કામ છે? તે કહે.” તેણીએ કહ્યું કે—મારે જે કામ છે તે હું રાજાનેજ કહીશ, તમને નહીં કહું.” ત્યારે તે દ્વારપાળે સભામાં
૧ લોટું ૨ તાંબું. ૩ ચામડાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org