________________
ગુજરાતી સ્તુતિ સંદોહ વિભાગ
આણંદ કેરઉ જીવ હસ્યઈ અઠ્ઠમ પઢાલ, પિટિલ નવમઉ સુનંદ જીવ જગનાથ દયાલ, શ્રત કરતિ દસમઉ સતક શ્રાવય વત ગુણધારી, સુવ્રત ઈગ્યારમતિર્થ પતિ રેવતી જીવ સંભારી. ૨ અમમ તિર્થંકર બારમલ કૃષ્ણ વાસુદેવ જોઈ, નિષ્કષાય તેમ જિણુંદ સત્યકી જીવ હાઈ, નિપુલાક ચઉદમ જિનેસ જીવ બલદેવ કેરઉ, શિવસુખ લહિસ્યઈ કમ ખપી ટાલી ભવ ફેરઉ, પરમજિન નિર્મમ નમક એ સુલસા શ્રાવિય જાણી, સોલમચિત્રગુપત્તિ થવઉ રહિણી જીવ વખાણી. ૩ સતરમ જિનવર સમાધિ નામી જીવદેવકી જાઉં, અઢારમ સંવરનાથ નમઉ જીવ સયાલ વખાણુઉં, દીપાયન નઉજીવ હસ્યઈ ઉગણુસમ જિનપતિ, યોધર નામિઈ ગુણ વિશાલ નમસ્યઈ સવિ સુરપતિ, કર્ણ જીવ શ્રી વિજયજિન વિસમઉ જગિ આધાર મલ્લિનાથ ઈગ વીસમઉ નારદ શીલ ભંડાર ૪ બાવીસમ જિન દેવનામી અંબડ જીવ હાસ્યઈ, ત્રેવીસમ શ્રી અનંતવીરીય જીવ અમરલ હિસ્ટઈ, ચઉવીસ ભદ્રકર જિનેશ સ્વાતિ ભદ્રકર સાઈ, ખેત્ર વિદેહી સિદ્ધ હસ્યઈ નામંતર જોઈ, ઈમ ચઉવીશ જિન થવ્યાએ આગામિય સિદ્ધ જાણી, શ્રી અમરચંદ્ર આણંદસ્યઉ જાણી ગુણમણિખાણી ૫
(૫૦ રામચંદ્રસ. મ. અમદાવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org