________________
થરાષભાજિનસ્તુતિઓ
* ૧૭ [૫૫] રાણાપુરમંડનીષભજન સ્તુતિ + ૧ (રાગ -શત્રુંજયમંડણ ઋષભજિણુંદ દયાલ ) શ્રીરાણાપુરમંડન ઋષભદેવ સુખકાર, જગ રક્ષાકારી વંછિત ફલ દાતાર મહિમા અતિ માટે જગતપતિ કહેવાય, જસ દરીસણ દીઠે દિન દિન દોલત થાય. ૧ આબુ અષ્ટાપદ સમેતશિખર ગિરનાર, શ્રી શત્રુંજા સમ કે તીર્થ નહિ સંસાર; જયવંતા જિનવર થાપ્યા જિન ચોવીશ, પ્રેમે કરી પૂજે વિહરમાન વલી વીશ. ૨ મણિ હેમ રજાના ત્રિઉં એ ગઢ શોભંત, સમેસરણ તે બીચ સૂરજ જેમ ઝલકંત, ત્યાં કણે પ્રભુ બેસી અમૃતવાણી કહંત, દેવ મનુ તિર્યંચ સવે સાંભલી સુખ લહંત. ૩ અધિષ્ઠાયક પ્રભુને ગજમુખ જક્ષ ઉદાર, ચક્કસરીમાતા વિઘનતણા હરનાર; સકલપંડિત શિરોમણી ભાગ્યવિજય ગુરાય,
તસચરણબુજસેવકપ્રતાપવિજય ગુણ ગાય ૪ વીસલપુર(મારવાડ)મંડનશ્રીત્રષભજિનસ્તુતિ
+ ૧ (રાગ –શત્રુંજયમંડન ઋષભજિલુંદ વ્યાલ) વીસલપુર વંદું શ્રી આદિજિનેસર દેવ, રંગે ગુણ ગાઓ નિત નિત કરશું સેવ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org