________________
ચિત્ત એવા ઘણું જ્ઞાનભંડારોના માલિકોએ તથા તેના કાર્યવાહકોએ
સ્તુતિ-યોના જોડાઓ સંબંધી સાહિત્યની હસ્તલિખિત પ્રતે વિના વિલ બે મને પૂરી પાડી, આ કાર્યને સુંદર વેગ આપે છે. જ્યારે કેટલાક સંકુચિત ચિત્તવાલા પ્રતોના માલિકોએ તે પ્રતા આપવા માટે ઉદારતા બતાવવાનું તો દૂર રહ્યું પણ અફસની વાત છે કે તેઓએ આ સંબંધી ઉડાવ જવાબ રૂબરૂ તેમજ પત્ર દ્વારા આપ્યા છે. જે સાંભલી અને વાંચી સામાન્યતયા તેમની સંકુચિતવૃત્તિને સહેજે ખ્યાલ આવ્યા વિના રહે નહિ. આટલી આ પ્રસંગે વાત જણાવતાં કહેવું અને લખવું પડે છે કે–આવી સંકુચિતવૃત્તિને ધારણ કરનારાઓ, પૂર્વાચાર્યો આદિ રચિત સુંદર સાહિત્યને તેમ પુણ્યશાળી શ્રાદ્ધવગે તેની પાછલ અઢળક લક્ષ્મીનો સદ્વ્યય કરી તેને સુરક્ષિત રાખી જે પરિશ્રમ ઉઠાવ્યો છે તેનો સદુપયોગ કરવા-કરાવવામાં જાણે અજાણે અંતરાયભૂત થાય છે, એમ કહું તો કશું યે ખોટું નથી. ભવિષ્યમાં એમ ન બને એ માટે કાળજી રાખવા ભલામણ કરું છું.
આનો પ્રથમ ભાગ છપાયા બાદ અન્ય અન્ય જ્ઞાનભંડારો આદિથી સ્તુતિ–થેના જોડાઓ સંબંધી સાહિત્ય અને મઢ્યું. એટલે બનેને મેળવતાં કેટલીક અશુદ્ધિઓ તેમજ કેટલાક પાઠાન્તરે માલમ પડ્યા છે. એ જ મુજબ દ્વિતીય ભાગ માટે પણ શક્ય પ્રયત્ન કરવામાં આવશે. જો તે સંબંધી સાહિત્ય મને હસ્તગત થશે તે સંસ્કૃત અને ગુજરાતી સ્તુતિઓને અલગ અલગ વિભાગમાં રહી ગયેલી અશુદ્ધિઓ અને પાઠાનરો સાથે દ્વિતીય આવૃત્તિનું સંપાદન કરવા મારી ભાવના છે. પરંતુ એ સર્વને આધાર આ કાર્યને સમાજ કેટલું પ્રેત્સાહન આપશે તેના ઉપર નિર્ભર છે.
જુદે જુદે સ્થાનેથી પ્રાપ્ત થયેલ અપ્રસિદ્ધ હસ્તલિખિત
સ્તુતિઓના ભંડારોની તેમજ ગામેની નોંધ ૧ શ્રીકમલસૂરીશ્વરજી જૈન શાસ્ત્રસંગ્રહ સંગ્રાહકઃ - આચાર્ય શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજ
ભાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org