________________
१४
विषय
अक्षीणनिक्षेपाः
आयनिक्षेपाः
क्षपणानिक्षेपाः नामनिष्पन्ननिक्षेपनिरूपणम् तत्र नोआगमतो भावसामायिकम् . अनुगमाख्यं तृतीयमनुयोगद्वारं. उपोद्घातनिर्युक्त्यनुगमे द्वे द्वारगाथे द्वात्रिंशत्सूत्रदोषाः
पृष्ठ नं| विषय २३२७ | सूत्रस्याष्टौ गुणाः ३२९ | षड्विधं व्याख्यालक्षणम् ३३० नयाख्यं चतुर्थमनुयोगद्वारम्
३३२ ज्ञाननयवक्तव्यता
३३३ क्रियानयवक्तव्यता
Jain Education International
३३५ | स्थितपक्षवक्तव्यता ३३६ | वृत्तिग्रन्थप्रशस्तिः. ३३९ टिप्पणीग्रन्थप्रशस्तिः.
ચાર અનુયોગની અપૃથા અને પૃથતા એટલે શું ?
શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે દુર્બલિકા પુષ્યમિત્રના નિમિત્તે પંચમકાળના પ્રભાવે ધૃતિ-મેધા વગેરેનો હ્રાસ જોઈને અનુયોગને પૃથક્ કર્યા. એ પહેલાં અનુયોગ પૃથક્ નહોતો. અર્થાત્ દરેક સૂત્રનો ચાર પ્રકારે અનુયોગ થતો. જેમ શ્રીયોગશાસ્ત્રના પ્રથમ શ્લોક નમો દુર્વારરાગાદિ... ના ૧૦૮ અર્થ થયેલા છે. વિવક્ષિત અક્ષરને પહેલાં પૂર્વના શબ્દનો ઘટક માની એક અર્થ કર્યો. . પછી એ શબ્દમાંથી અલગ કરીને એને પાછળના શબ્દનો ઘટક બનાવીને નવો અર્થ મેળવવામાં આવ્યો. એમ સંધિ વગેરે જુદી રીતે કરીને અર્થ તદ્દન જુદો મેળવાય. આવું જ પૂર્વના કાળમાં થતું... દા.ત. આચારાંગજીનું એક સૂત્ર લીધું... એનો એક અર્થ એવો કરવામાં આવ્યો કે જેથી ચરણસિત્તરિનું સમર્થન થાય. સૂક્ષ્મ માર્ગદર્શન મળે.. આને ચરણકરણાનુયોગ કહેવાય. પછી એ જ સૂત્રનો અર્થ એવી રીતે કરવામાં આવતો કે જેથી ગણિત-સંખ્યા વગેરેની મુખ્યતા થાય ... આ ગણિતાનુયોગ થયો. એ જ રીતે એ જ સૂત્રનો જુદી જુદી રીતે અર્થ એવી રીતે કરાતો કે જેથી ધર્મકથા-ઉપદેશ ધ્વનિત થાય અને દ્રવ્યોનું સ્વરૂપ સ્પષ્ટ થાય. આ જ રીતે પ્રત્યેક સૂત્રની ચાર-ચાર વ્યાખ્યા થતી. એટલે કે સૂત્રે સૂત્રે ચારે અનુયોગ સાથે ચાલતા.
विषयानुक्रमः
पृष्ठ नं
३४१
३४२
३४३
३४९
३५०
३५१
३५३
३५४
આમાં તે તે શબ્દોના અતિપરિચિત જે અર્થ હોય તે અર્થ દ્વારા મળતો અનુયોગ સમજવામાં ને સમજ્યા પછી યાદ રાખવામાં સરળ રહેતો. પણ બાકીના ત્રણ અનુયોગ મેળવવા માટે ભલે વ્યાકરણના નિયમોને કે ભાષાની મર્યાદાને ચાતરવાનું નહોતું... છતાં તે તે શબ્દોના અલ્પપરિચિત કે અપરિચિત અર્થો કરવા પડતા.. ને એના કારણે સૂત્રે સૂત્રે એને ગ્રહણ કરવા અને ગ્રહણ કર્યા પછી ધારી રાખવા એ અતિ-અતિ મુશ્કેલ કાર્ય હતું.. એટલે પંચમકાળના પ્રભાવે બુદ્ધિધારણાશક્તિમાં જ્યારે ઘણો ઘણો હ્રાસ થઈ ગયો ત્યારે આ કાર્ય અશક્ય જેવું બની ગયું. ચારે અનુયોગને સમજવા-ધારવાની મથામણમાં એક પણ અનુયોગને વ્યવસ્થિત રીતે સમજવો-ધારવો મુશ્કેલ બની ગયો. એટલે શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજે ભાવીના જીવો પર કરુણા કરીને અનુયોગને પૃથક્ કર્યો. ‘તે તે સૂત્રગત શબ્દોના પ્રચલિત અર્થ પરથી જે અનુયોગ મળે એ જ એક અનુયોગ તે તે સૂત્રનો કરવો. બાકીના ત્રણ અનુયોગ કરવા નહીં.' આવું તેઓએ ઠેરવ્યું... આ રીતે વ્યાખ્યા કરવાથી શ્રીઆચારાંગ વગેરે સૂત્રો પરથી ચરણકરણાનુયોગ મળ્યો. શ્રીચન્દ્રપ્રજ્ઞતિ વગેરે પરથી ગણિતાનુયોગ મળ્યો. એમ, શ્રી જ્ઞાતાધર્મકથા વગેરે પરથી તથા શ્રીસૂત્રકૃતાંગ વગેરે પરથી ક્રમશઃ ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ મળ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org