________________
પ્રસ્તાવના
વિ.સં. ૨૦૬૦ ચાતુર્માસ દરમ્યાન શ્રી અનુયોગદ્વારસૂત્ર પર વાચના આપવાનો પ્રસંગ આવ્યો. મૂળસૂત્ર અને મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજાની વૃત્તિને અનુસરીને વિવેચન ચાલી રહ્યું હતું. એમાં અનેક સ્થળે સ્પષ્ટીકરણ માટે કે હેતુની ગવેષણા માટે જે વિચારણા થઈ એ પદાર્થને સ્પષ્ટ ખોલનારી કે હેતુપૂર્વક ખોલનારી જણાવાથી વિચાર આવ્યો કે આ વિચારણાઓને ટીપ્પણરૂપે પ્રકાશિત કરવી જોઈએ જેથી વર્તમાન જિજ્ઞાસુઓને તથા ભાવી પેઢીને ઘણો ઉપકાર થશે...ને થયું આ ટિપ્પણ ગ્રંથનું સર્જન.....
દેવગુરુની વરસી રહેલી અનુપમ કૃપાના પ્રભાવે ક્યાંક ક્યાંક ખૂબ જ સુંદર-પૂર્વના ગ્રન્થોમાં નહીં મળતું એવું પણ સ્પષ્ટીકરણ થયું છે જે અધ્યેતાની શ્રીજિનાગમો પ્રત્યેની શ્રધ્ધા વધારીને વિશેષ પ્રકારે આદર બહુમાન વધા૨શે એવી શ્રદ્ધા છે. એમાં નિક્ષેપટ્ટારની સૂક્ષ્મ વિચારણા...ચાર નિક્ષેપની સર્વવ્યાપિતા....આ અંગે જે સૂક્ષ્મ વિચારણા ચાલી....આ સર્વવ્યાપિતાના નિયમઅંગે અન્ય ગ્રન્થોમાં ઊઠાવવામાં આવેલી વ્યાભિચારની શંકા....એનું નિવારણ વધારે તર્કસંગત રીતે કરનાર અપૂર્વ સમાધાન...વગેરે વિશેષ ઉપયોગી લાગવાથી તથા એનું વિશદ-સ્પષ્ટીકરણ કરવામાં ખૂબ ગ્રન્થવિસ્તાર થવાની સંભાવના લાગવાથી એનો સ્વતંત્ર ગ્રન્થ રચવો એમ નિર્ણય કર્યો.. અને તઅનુસાર સ્વોપક્ષવૃત્તિ-ગુજરાતી ભાવાનુવાદ સહિત નિક્ષેપવિંશિકા ગ્રન્થનું સર્જન કર્યું. જે અલગ રીતે પ્રકાશિત થયેલ છે. સપ્તભંગીવિંશિકા ગ્રન્થે જેમ સપ્તભંગી પર ઘણો નવો પ્રકાશ પાથર્યો છે. એમ નિક્ષેપવિંશિકાગ્રન્થ ચાર નિક્ષેપાઓ પર અનેક સ્થળે અપૂર્વ પ્રકાશ પાથરશે... એવી શ્રદ્ધા છે. એ જ રીતે પ્રસ્તુત ટીપ્પણ પણ અનુયોગદ્વાર સૂત્રના અનેક પદાર્થો પર એક જુદા જ પ્રકારનો વિશદ પ્રકાશ પાથરશે એવી આશા છે.
ઘણી ઘણી નવી વિચારણાઓ હોય એટલે સંશોધન આવશ્યક જ નહીં, અતિ આવશ્યક.... ને તેથી વર્તમાનમાં આગમોના અવ્વલ જ્ઞાતા સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. ને એ માટે વિનંતી કરી. સ્વ-પર આરાધનાની જવાબદારીપૂર્ણ અનેક વ્યસ્તસ્તાઓ વચ્ચેથી પણ અવકાશ કાઢીને તેઓશ્રીએ શ્રુત પ્રત્યેની ભક્તિથી અને મારા પ્રત્યેની લાગણીથી ગ્રન્થનું સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કર્યું છે ને એ રીતે ટીપ્પણોની ઉપાદેયતામાં જબરદસ્ત વધારો કર્યો છે. તેઓશ્રીએ કરેલી ઉપકાર શ્રૃંખલામાં આ એક નવો
મણકો ઉમેરાયો છે. તેઓશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org