________________
( ૧૭) ઉત્તમ પુસ્તકના ગુણથી રંજીત હૃદય થઈ શ્રીઅમરવિજયજી મહારાજે જવાબ આપે તે વાસ્તવિક જ હતું. જ્યારે તમોએ એમના લેખના પણ અસલી મુદ્દાઓ ઉપર ચરચા ન ચલાવતાં આડે માર્ગ લઈ એમના અંગત જુઠા આક્ષેપ ઉપર પડયા, ત્યારે પોતાના હાથથી પિતાના બચાવ માટે પ્રયત્ન કરતાં કેટલાંક પ્રશંસાનાં વા આવી જાય તેથી તેમણે પણ ઉત્તર દેવામાં માનાવસ્થા પકડી તે યોગ્ય જ છે, પરંતુ આવા ઉત્તમ વૃદ્ધ પુરૂષો માટે કઇ બેપાયાદાર નીચ માણસના કેહવાથી (કેમકે તેમ અમરવિજયજી મહારાજના માટે જે લખે તે તમારા અનુભવથી લખે છે એમ તો કોઈ પણ સ્વીકારે તેમ છે જ નહીં.) તમો જેમ તેમ બકવાદ કરો એનો ઉત્તર આપ્યા વગર અમારાથી નજ રહી શકાય એ સ્વાભાવિક છે. માટે આ ચણતર ચાયનું જ ગણાય. તેમ છતાં પક્ષપાતનાં પડળ આવવાથી કદિ તમને અન્યાયનું માલુમ પડે તેમાં તમારે તમારા કર્મ રોગનું જ નડતર ગણવાનું છે. ત્યારપછી મુનિ શ્રી અમરવિજયજી મહારાજની બાબત તમે લખો છો કે અમે રૂપીએ આના જેટલું લખ્યું છે. અને અમે કહીએ છીએ કે તમેએ શૂન્યનો પર્વત કર્યો છે, પણ આ વિષયમાં હવે વધારે લખવાની જરૂર નથી. કેમકે “ખુદ આચાર્ય શ્રી જે દઈ દાબવા અને નિ:પક્ષ રીતે કંઇ વ્યવસ્થા કરવા ખાત્રી આપતા હોય તો તે ફરમાવશે ત્યારે અમે તમામ સપ્રમાણ પુરાવા રજુ કરવા તૈયાર છીએ. તમારા આ લખાણને વાંચીને દર્શન તથા ચારિત્રમાં થએલા સડાઓ પોતાના આજ્ઞા પાલેનાર સાધુઓમાં દેખી તે સડાઓને નહી દબાવતાં તે તે ગુનાઓની શિક્ષા કરનાર ન્યાયપ્રિય શ્રીમદ્વિજયકમલસૂરિજી મહારાજે તા. ૮-૧૦-૧૯ ના રાજ તમારા વિશ્વાસના માટે પિતાની સહીથી એક પત્ર જવાબી રજીસ્ટર દ્વારા તમારા ઉપર મોકલેલ છે. જેમાં મહારાજશ્રીએ ફરમાવેલ છે કે જે તમે અમરવિજયજીની બાબત સપ્રમાણ પુરાવા રજુ કરો તો અમરવિજ“જીને અમે ઉચિત શાસન કરવા તૈયાર છીએ, માટે તમો આ વદિ જ) સુધી ડભોઈમાં આવી પ્રમાણ રજુ કરે પરંતુ એટલું સ્મરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org