________________
( ૧૪ ) કઈ પ્રસંગે હું જૈન સમાજને તેની મૂળ ખાલને અને નવી ખાલને પરિચય કરાવું તેની મૂળ ખાલ છેલાઈ શી રીતે ? સડી શી રીતે ઉતરી શી રીતે ? અને તે તે સ્થાને નવી નવી ખાલે કર્યો કે પ્રસંગે અને ક્યા ક્યા પ્રકારે આવી? તથા છેવટે નવી ખાલવાળા આપણે માત્ર નામનિક્ષેપેજ મૂળ પુરૂષના આશ્રયી બન્યા, એ બધું સધાત પણ પ્રામાણિક ઇતિહાસના આશયથી સવિસ્તર જણાવું. આ ઈચ્છાને બર લાવવા જાન્યુઆરી માસના પાછલા ભાગમાં મારા વડિલ અને પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રના સાક્ષ્યમાં માંગરોળ જૈન સભાના સ્થાનમાં મને બોલવાનો વખત મળ્યા હતા અને તે પ્રસંગે મેં “જૈન ધાર્મિક સાહિત્યમાં વિકાર થવાથી થએલ હાની” એ મથાળ નીચે મને મારા અભ્યાસ દરમિયાન જે લાગ્યું તે જણાવ્યુ હતું. તે વખતે મેં મારા કથન વિષે ખરાખોટાને દાવે કર્યો ન હતો અને અત્યારે પણ હું તે દાવો કરતું નથી–માત્ર મને જે તથ્ય લાગ્યું તે સૂચવ્યું હતું અને એ તથ્ય (મારી દષ્ટિએ તથ્ય છે પણ) વસ્તુતઃ કેવું છે, એ સંબંધે કસવા શોધ કેને આમંચ્યા હતા. પ્રકાશ થએલ મારા ભાષણમાં મારે આશય અબાધિત છે, પણ કેઈ સ્થળે ક્યાંય એકાદ બે શબ્દ ઉગ્ર પ્રકટયા લાગે છે. મને યાદ છે ત્યાં સુધી મેં મારા ભાષણમાં નહીં જેવીજ ઉગ્રતા આણી હતી. જિજ્ઞાસુઓએ તે શબ્દની સામે નજર ન કરતાં આશય ઉપર ચર્ચવાનું છે, પણ જેઓ નરા શબ્દહી છે તેઓએ વિના કારણે તપ તપવાનું નથી. છપાએલ મારા ભાષણમાં મેં જે શાસ્ત્રનાં વાક્ય કહ્યાં હતાં તે સંસ્કૃત અને પ્રાકૃત હોવાથી પ્રકટ થયાં જણાતાં નથી, તેમ કઈ કઈ વિચાર અપ્રકટ રહ્યા છે. જેટલું છપાવ્યું છે કે, મારા આશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org