SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ િિવત્ શ્રીમદ્ મેરૂતુંગાચાર્ય વિરચિત ‘પ્રબન્ધ ચિન્તામણી’ ગ્રંથ હિન્દી ભાષાંતર રૂપમાં આજે આપના કરકમલમાં શોભી રહ્યો છે. આ એક ઐતિહાસિક ગ્રંથ છે. એની અનુક્રમણિકાનું પર્યાલોચન કરતા એનું મહત્વ સહેજે જણાઈ આવે છે. વિક્રમાદિત્યપ્રબંધ, મૂલરાજપ્રબંધ, મુંજરાજપ્રબંધથી વહેતી અવિરત યાત્રા ૧૦ મહાપ્રબંધને અન્ય પ્રકીર્ણક પ્રબંધોને વટાવી વિરત થાય છે. ભોજરાજ, સિદ્ધરાજ અને કુમારપાલના પ્રબંધ વિસ્તૃતરૂપમાં છે. ભંડારમાં ગ્રંથિત અને વ્યથિત આવા મહત્વપૂર્ણ ગ્રંથોને પ્રકાશમાં લાવવામાં છેલ્લા ૭૦-૮૦ વર્ષોમાં બહોળા પ્રયત્નો થયા છે અને હજી પણ એ સંશોધન કાર્ય થોડે થોડે અંશે ચાલુ પણ છે. સંસ્કૃત ભાષાના અજાણ એવો પણ જિજ્ઞાસુ, ઈતિહાસપ્રેમી વર્ગ આવા મહત્વપૂર્ણ ગ્રંથોનો આસ્વાદ માણી શકે એવા જ ઉમદા હેતુથી, લોકભોગ્ય બની શકે એ માટે સરળ અને સુબોધ સર્વજનમાન્ય રાષ્ટ્રભાષા હિન્દીમાં એનુ ભાષાંતરકરણ થયું. હિન્દી શિક્ષાપીઠ, વિશ્વભારતી, શાન્તિનિકેતનના આચાર્ય પં. હજારીમલજી ત્રિવેદી દ્વારા એને હિન્દીરૂપ અપાયું. અને ભારતીય વિદ્યા ભવન અંતર્ગત સીધી જૈન ગ્રંથમાલા તરફ્થી એનું પ્રકાશન થયું હતું. આ પુનઃ પ્રકાશનવેળા પૂર્વ પ્રકાશક, પૂર્વસંપાદક અને પૂર્વભાષાંતરકર્તાનો અનુમોદના સહ હાર્દિક આભાર માનીએ છીએ. ‘કલિકાળે જિનબિંબ, જિનાગમ, ભવિયણ હું આધારા' પૂ. ઉપાધ્યાયજી મહારાજની આ પંક્તિની ભાવલાગણીસભર વિવેચના સાંભળીને આજથી ૨૫ વર્ષ પૂર્વે ૫.પૂ. આચાર્યવર્ય હેમચંદ્રસૂરિજી મહારાજાના વાત્સલ્યપૂર્ણ માર્ગદર્શન હેઠળ સાત ક્ષેત્રની ભક્તિ અને પરમાત્માના શ્રુતદેહને નવપલ્લવિત કરવાના એક ઉમદા મનોરથ સાથે ‘શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ'' ની સ્થાપના કરી અને એના લત: આજે ૨૬૫ થી અધિક ગ્રંથો પુર્નમુદ્રિત કરી પ્રત્યેક જ્ઞાનભંડારોને વિના મૂલ્યે (free of charge) એકમાત્ર સેવાન્વયે ભેટ અપાય છે. અમારૂ આ કાર્ય હજી વધુ ને વધુ વિકસે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પ્રાર્થના સહ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, ટ્રસ્ટીઓ, પુંડરિકભાઈ અંબાલાલ શાહ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા Jain Education International For Private & Personal Use Only લલિતકુમાર રતનચંદ કોઠારી www.jainelibrary.org
SR No.003014
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorHajariprasad Tiwari
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages192
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy