________________
કરેલ છે. નંદીસત્રના બીજા બીજા પ્રકાશમાં સૂત્રોના તથા સૂત્રગાથાઓના ક્રમમાં ફેરફાર પણ દેખાય છે. પણ એકજ સંસ્થાના પ્રકાશમાં વિભિન્નતા ન દેખાય તે માટે આમ કરેલ છે.
આ ગ્રંથનું સંપાદન કાર્ય મારા વડીલ મુરખી ભાઈશ્રી કેસરીચંદભાઈએ મને સેપ્યું ત્યારે આની પ્રેસકોપી જોતાં મેં આ કામ કરવા ઈન્કાર કર્યો. કારણ કે પ્રેસકેપી અશુદ્ધ હતી. તેમના તરફથી કહેવાયું કે આને શક્ય તેટલી સુધારે. અન્યથા આ કાર્યને બંધ જ કરી દેવું પડશે કે પછી ક્યારેય થશે નહિં, તેમની આ વાત અને તેમને મારા પર સ્નેહ આ બધાના યોગે મેં આ કાર્ય હાથ ધર્યું. બીજી હસ્તપ્રતો મેળવી પાઠાંતરે લેવાને ભારે તીવ્ર આગ્રહ હતો પણ તે શક્ય ન હતું તેથી જે સ્થિતિમાં એસપી હતી તેમાં સંતોષ માનીને આ ગ્રન્થ આ સ્વરૂપમાં આપની સમક્ષ મૂક્યો છે. દેવચંદ લાલભાઈ જે. પુ. ફંડના મૂકસેવક શ્રીકેશરીચંદ હીરાચંદ ઝવેરીએ આ ગ્રંથના પ્રકાશન પાછળ અને મને વારંવાર આ કામ માટે પ્રેરણા આપવા પાછળ ખૂબ શ્રમ લીધે છે અને તેથી હું તેમને ગણી છું.
પ્રાને એટલું જ કહીશ કે પ્રસ્તુત પ્રકાશન નંદીસત્રની ટીકાના અભ્યાસીઓ માટે એક માર્ગ. દર્શકની ગરજ સારશે. તેમજ જેમને ટુંકમાં રહસ્ય જાણવું છે તેમને માટે એક અતિ ઉપયોગી પ્રકાશન કાર્ય સાધનાર બનશે.
પ્રસ્તુત પ્રકાશન કરતી વેળા છવાસ્થતા અને મતિમંદતા આદિ દોષના યોગે જે કંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તેને મિચ્છામિદુક્કડ દઉં છું અને સુજ્ઞ વાચકે ને તથા ભવિષ્યના ગીતાર્થ મહાપુરુષોને તેનું પરિમાર્જન કરવા અંજલિ જોડીને પ્રાર્થ છું.
સુબોધચંદ્ર નાનાલાલ શાહ
આસો સુદ દશમ સોમવાર વિ. સં. ૨૦૨૫ તા ૨૦-૧૦-૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org