________________
----
--
-----
-
-
----
----------
--
-
---
-
----
-
-----
-
-
---
----
-
--
પ્રકાશકીય "જગદ્ગુરુ કાવ્યમ્" નામના આ નાનકડા ખંડકાવ્યની રચના પૂ. પં. શ્રી પદ્મસાગરગણિવર્યે સં ૧૯૪૬ના વર્ષે કરેલી છે. રચયિતા પૂજયપાદ્ જગદ્ગુરુ શ્રી હીરસૂરિશ્વરજી મહારાજના ગુરુભાઈ પૂ. મહોપાધ્યાય ધર્મસાગર ગણિના શિષ્ય પૂ. પંડિત શ્રી વિમલસાગરગણિના શિષ્ય પૂ. પંડિત શ્રી પદ્મસાગર ગણિ છે. જગદ્ગુરુની હયાતીમાં જ આ કાવ્યની રચના થયેલી છે. તેથી આમાં પ્રાયઃ સ્વર્ગવાસ સુધીની હકીક્તો તેમજ સં. ૧૯૪૬ પછીની હકીક્તોનો સમાવેશ થતો નથી.
અકબર જેવા યવન રાજાને પ્રતિબોધિત કરીને સમસ્ત હિંદુસ્તાનમાં છ મહિના અમારિ પ્રવર્તનને પ્રવર્તાવનાર જગન્નુર હીરસૂરિ મહારાજા ના નામથી કોણ અજ્ઞાત હશે ? આ નાનકડા કાવ્યમાં પણ જગદ્ગુરુ અંગે તથા અકબર અંગે ઘણી જ સુંદર હકીક્તોનો સમાવેશ છે.
પ્રસ્તુત કાવ્યને પૂ. જૈનાચાર્યશ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સેવકો એવા પંડિત હરગોવિંદદાસ તથા બેચરદાસે સંશોધન કરી ઘણા વર્ષો પૂર્વે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના ચૌદમા મણકા તરીકે પ્રસિદ્ધ કરેલ છે. પુનઃપ્રકાશન પ્રસંગે તેઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાયથી સૌ કોઈમાં જગદ્ગુરુ પ્રત્યે બહુમાનભાવ વિશેષ પ્રગટે તેવા આશયથી તથા જીર્ણ થઈ ગયેલ ગ્રંથની રક્ષા માટે પુનઃ પ્રકાશિત કરીએ છીએ.
આવા તોદ્ધારના કારણોમાં ખૂબ ખૂબ આગળ વધાય તેવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પુનઃ પ્રાર્થના.
લી. જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ : (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા (૨) લલીતભાઈ રતનચંદ કોઠારી (૩) નવીનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરીકભાઈ અંબાલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org