________________
શ્રીવીર આમુખ
શ્રીતરવાર્થાધિગમસૂત્રનો બીજો વિભાગ અધ્યાય ૬ થી ૧૦ અદ્યાપિ પ્રસિદ્ધ થયો ન હતો તે અમે શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહારે ગ્રંથાંક ૭૬ તરીકે પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા .
પ્રથમ વિભાગની પેઠે આ દિતીય વિભાગનું કાર્ય પણ છેફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા M.A. દ્વારા કરાવવામાં આવ્યું છે. તેઓએ ગ્રંથકારને પરિચય વગેરે પ્રાસંગિક બાબતો ઉપર બન્યું એટલે સુન્દર પ્રકાશ પાડ્યો છે એટલે એ સંબંધે હમારે કશું ઉમેરવા જેવું રહેતું નથી.
પ્રથમ વિભાગ સંબંધે વિત્ય અને પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાયો મળ્યા છે તે ઉપરથી વાંચક વર્ગ આ અપૂર્વ ગ્રન્થનું મૂલ્ય આંકી શકશે એમ ધારિયે છિયે. અભિપ્રાય અંતમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમારા પ્રકાશન કાર્યમાં વિના સંકેચે સહાયતા કરનાર પરમ પૂજ્ય આચાર્યવય શ્રીવિજ્યસિદ્ધિસૂરીશ્વરજીના કરકમળમાં પ્રથમ વિભાગની જેમ આ દ્વિતીય વિભાગ પણ સમર્પણ કરી પ્રદિત થઈયે છિયે.
દ્વિતીય વિભાગનું પણ પાઠાંતરપૂર્વક શુદ્ધિપત્રક તૈયાર કરી આપવા માટે ન્યાયતી ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમંગલવિજયજી મહારાજશ્રીને અમે ત્રણ છિયે.
સદર ગ્રંથની પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીની પ્રત પાલણપુરના એક યતિજીના ભંડારમાં છે એવી અમને ખબર મળતાં તે મંગાવવા બનતા પ્રયાસ સે પણ તેમાં ફલીભૂત થઈ શક્યા નહિ. પાલણપુર જઈ ત્યાં લાંબો સમય રોકાઈ કાર્ય કરાવી શકવાની અનુકૂલતા હતી નહિ તેથી તે પ્રતિનો લાભ લઈ શકાય નથી પણ ભવિષ્યમાં ઉપયોગી થઈ પડે એ આશાએ અમે એની અત્ર ટુંક નેંધ લેવી દુરસ્ત ધારીએ છ્યુિં.
સુરત, ગોપીપુરા, સં ૧૯૮૬ જેઠ સુદ ૧ |
ગુસ્વાર તા. ૨૯ મે ૧૯૩૦. }
લિ.' જીવણચંદ સાકરચંદ જવેરી
પિતે અને બીજા ટ્રસ્ટીઓ વતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org