SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસે આ. જિનેશ્વરસૂરિજીએ શ્રી મહાવીર ભી ના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. પાલનપુરનાં શ્રેષ્ઠિ રુદ્રપાલના પુત્ર સમર અને પુત્રી કીન્હની દીક્ષા શ્રી મહાવીર ભ. ના પ્રાસાદમાં થઈ હતી. [ચૌદમો સૈકો] ઊપરોકત ઊલેખો જોતાં વિક્રમનાં ૧૩ માં અને ૧૪ માં સૈકામાં આ તીર્થની જાહોજલાલી ટોચે હતી. આ. સોમપ્રભ સૂરિ મ. [વિ. સં. ૧૩૩ર થી ૧૩૭૨] ભીમપલ્લીમાં ચાતુર્માસ રહ્યા ત્યારે બે કારતક માસ હતા. શ્રુતજ્ઞાનથી નગરીનો નાશ જાણી પહેલા કારતકમાં જ ચૌમાસી પ્રતિક્રમણ કરી રાધનપુર વિહાર કરી ગયા. રાધનપુરમાં રહેતાં મસાલિયા પરીવાર ની કુળદેવી ભીલડીયાજીમાં છે. જૈન ભોજનશાળાની પાછળના ભાગમાં નૂતન દેરીમાં કુળદેવીની પ્રતિષ્ઠા ગયા વર્ષે જ મસાલિયા કુંટુંબો એ કરાવી છે. અગ્નિના ઊપદ્રવથી આ નગરીનો ચૌદમાં સૈકામાં ભંગ થયો ત્યાર બાદ ફરી નગર વસ્યું. વિ. સં. ૧૫૫૭ માં તપગચ્છનાં અનંતહંસ ગણિ અહીં પધાર્યા હતા. તેમના ઉપદેશથી ઓડસી પાસવીર પોરવાળે ગ્રંથ ભંડાર સ્થાપ્યો હતો. આ પછી કાળની વિષમતાના કારણે મૂલનાયક ભગવાનના બિંબને ભોંયરામાં પધારાવવામાં આવ્યું વિ. સં. ૧૯૩૬ માં પં. ઉમેદવિજયજી ની પ્રેરણાથી પોષ દસમનો મેળો ભરવાનું ડીસા સંઘે નક્કી કર્યું આ પછી ધીમે ધીમે તીર્થ માં યાત્રિકોની અવર જવર વધવા લાગી. દહેરાસર જીર્ણ અને નાનું પડતું હોવાથી જિર્ણોદ્ધારની આવશ્યકતા જણાઈ. વિ. સં. ૨૦૧૭ માં મૂળનાયક ભ. વિગેરે બિંબોને પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મ.સા. અને પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય કાર સૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણા-માર્ગદર્શન મુજબ ઉત્થાપીને ઉપાશ્રયમાં પધરાવવામાં આવ્યા. ત્રણ શિખર અને વિશાળ રંગ મંડપ સાથે તૈયાર થયેલા ભવ્ય જિનાલયમાં વિ. સં. ૨૦૨૭ જેઠ સુદ ૧૦ ના દિવસે તીર્થોદ્ધારના પ્રેરક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓ શ્રી ના પટ્ટ પ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય કાર સૂરીશ્વરજી મહારાજા અને પ્રશાંત મૂર્તિ આ. ભ. કિર્તિસાગર સૂરિ મ. સા. ના પટ્ટઘર પૂ. આ. ભ. શ્રી સુબોધસાગર સૂરીશ્વરજી આદિની શુભ નિશ્રામાં મહામહોત્સવ પૂર્વક ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, દિવસે દિવસે તીર્થનો મહિમા વધતો રહ્યો. ધર્મશાળા પણ નવી સુવિધાપૂર્ણ બનાવવામાં આવી દેરાસરની ભવ્યતાને અનુરૂપ બાવન જિનાલયનું નિર્માણ થયું. વિ. સં૨૦૩૭ ના વૈશાખ સુદ 9 ના દિવસે સિદ્ધાંત મહોદધિ આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા આદિની નિશ્રામાં બાવન જિનાલયના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. આ તીર્થની યાત્રા કરવા પધારવાનું આપ સહુને અમારું ભાવ ભીનું આમંત્રણ છે. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવરના પ્રશિષ્ય રત્ન પૂ. શ્રી વજસેન વિજયજી ગણિવરની પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશનનો લાભ ટ્રસ્ટ ના જ્ઞાન દ્રવ્યની રકમમાંથી લીધો છે. અભ્યાસીઓ આનો ખૂબ ખૂબ ઊપયોગ કરે એજ અભ્યર્થના. લી. ટ્રસ્ટી ગણ શ્રી ભીલડીયાજી તીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy