SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજાના મહિમા વર્ણવતી આઠ કથાઓ નરચન્દ્રકથા (પૃ. ૧૬૪-૧૭૨), આમ્ર-લિંબકકથા (પૃ. ૩૩૫-૩૮) વગેરે પ્રાચીન કથાની શૈલીએ લખાયેલી છે. “મણોરમાકહા'માં પણ અષ્ટપ્રકારી પૂજાના મહિમા ઉપર અને અન્ય વિષયો પર પણ પ્રાચીન શૈલીની કથાઓ છે. બન્નેમાં (ધ. ૨. ક. અને મોરમાકામાં) ફલપૂજા ઉપર ફસારની કથા છે. પણ કથા તદ્દન જુદી જુદી છે. કેટલીક કથાઓમાં કેટલુંક સામ્ય પણ છે. જેમ કે “મણોરમાકહા'માં આવતી તેજસારનૃપકથાનો પ્રારંભિક અંશનું (પૃ. ૨૦૪-૨૦૭) ધ. ૨. ક. માં ગંધપૂજાના મહિમા ઉપર આવતી રત્નસુન્દરકથા (પૃ. ૫૪-૬૩) જોડે સામ્ય છે. તેજસારકથાના પાછળના અંશ જોડે (પૃ. ૨૦૩-૨૧૭) ધ. ૨. ક. ગત દીપકપૂજા મહિમા ઉપરની ભાનુપ્રભકથા (પૃ. ૮૦-૯૩) મળતી આવે છે. મણોરમાકહા' ના પ્રારંભમાં આ. વર્ધમાનસૂરિજીએ ગ્રંથગત કથાઓ બાબતમાં લખ્યું છે કે एसो कहापबंधो कओ मए मंदबुद्धिणा वि दढं । कत्थइ चरियसमेओ कत्थइ पुण कप्पियाणुगओ ।। અમુક કથાઓ પ્રાચીન ચારિત્રાનુસાર અને અમુક કલ્પનાનુસાર રચી છે. એટલે આ કથાઓ કલ્પનાનુસાર બની હોવાનો સંભવ છે. રૂપકકથાઓ ધ. ૨. ક. માં કેટલીક રૂપકથાઓ પણ છે. મધુબિન્દુની પ્રસિદ્ધ કથા (પૃ. ૧૫-૧૭) અહીં કેટલીક વિશિષ્ટતા અને વિસ્તાર સાથે જોવા મળે છે. ગુરૂ નિરિ ' પૃ. ૧૯૦ માં આ કથા સંક્ષિપ્ત માં છે. શ્રેષ્ઠિપુત્રત્રકથા (પૃ. ૧૮-૨૩)માં પિતા દ્વારા પુત્રોને અપાયેલી હિતશિક્ષા અને નીતિશાસ્ત્રની વાતો માર્મિક છે. રુદ્રદેવની કથામાં કષાયોની ભયંકરતા બતાવતા પાત્રોની સરસ ગૂંથણી છે. (પૃ. ૨૨૧-૨૨૮) આ કથા ગુI નિશિંવરિ' પૃ. ૧૯૮માં પ્રાકૃત ગદ્યમાં છે. “વસુસાર'ની કથા (પૃ. ૧૬૮-૬૯) છાણામાંથી રત્નો બનાવવા વગેરે રસપ્રદ બાબતો છે. કથાના પાત્રોની છેલ્લે ઉપનયમાં સમજણ આપી છે. શ્રેષ્ઠિ = તીર્થંકર, વસુસાર = સંઘ, પત્રક = જિનાગમ, ભસ્મ ભરેલા વહાણ = અશુચિમય કાયા વગેરે. આ કથા “મણોરમાકહા' (પૃ. ૧૬૮-૬૯)માં પ્રાકૃત ગદ્યમાં છે. લોકકથાઓ અહીં ધ. ૨. ક. માં કેટલીક લોકકથાઓ પણ છે. આ કથાઓ લોકસાહિત્યમાં ઘણા ઠેકાણે ભિન્ન ભિન્ન સ્વરૂપ જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy