________________
૩૨૪
મેત્રાધિરાજ-ચિંતામણિ
સાત સાત વાર અગર ત્રણ ત્રણ વાર ગણવું જોઈએ. જેને આવડતું ન હોય તેને બીજાએ સંભળાવવું. ગણનાર તથા સાંભળનારને મરકી વગેરે ઉપદ્રના કલેશ થાય નહિ.
હરહમેશ બંને વખત (સવાર અને સાંજ) ના પ્રતિક્રમણની સમાપ્તિ વખતે અથવા પાક્ષિક [૫મ્મી ] પ્રતિક્રમણના અંતે કોઈ સાત વાર તે કઈ ત્રણ વાર ગણે છે અને બાકીના સર્વ સાવધાન થઈને સાંભળે છે તે સર્વને તે દિવસે, તે રાત્રીએ અને તે પખવાડીએ કેઈપણ પ્રકારના ઉપદ્રવ થતાં નથી. આ પ્રમાણે ચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી ) પ્રતિક્રમણના અંતે પણ સમજવું.
કદાચ કોઈને તાવ સહિત અથવા તાવ રહિત ગ્રંથી (ગાંઠ) નીકળી હોય, તે તરત પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્ર પહેરી, રુધિર (લેહ) હાડકાં, માંસ, મલ (વિકા), તથા મૂત્રાદિ રહિત શુચિ (પવિત્ર) સ્થાનકે પાટલા વગેરે ઉપર બેસી “શ્રી મુનિસુંદરસૂરિ ગુરૂભ્ય નમ:' આ શબ્દ રાગી સાંભળે તેવી રીતે ૨૧ વાર બોલીને પિતાના શરીરને મસ્તકથી માંડી ૭ વાર આખા શરીરે સ્પર્શ કરીને સાવધાન મનથી આત્મરક્ષા કરીને, બીજાં બધાં કામકાજ છોડી દઈને સ્તોત્ર ભણીને વસ્ત્રને છેડે ગાંઠને અડે તેવી રીતે રાખીને ઉંજીયે. અખંડ ૧૦૮ વાર સ્તોત્ર ગણવું. આ પ્રમાણે કરવાથી જવર તથા ગાંઠ વગેરે ઉપશાંત થાય. હજારે વાર અજમાવેલ છે અને બીજાઓએ પણ સેંકડો વાર [ આ પ્રયોગને ] પ્રભાવ જેએલો છે. • આ સ્તોત્ર ભણતાં વચ્ચે ઉવસગ્ગહર વગેરે અન્ય કોઈપણ સ્તોત્રનો જાપ ન કરવો તથા મિથ્યાત્વાદિના કોઈ પણ પ્રયોગ કરવા નહિ. કેઈપણ જન અગર અજૈન પ્રયોગનું મિશ્રણ કરવાથી જોઈએ તેવું ફળ મેળવી શકાતું નથી.
સ ઃ સુદ સંપર્થ પરમં સુધી આ સ્તોત્રની ગાથા રજ કઠે કરવી અને જપવી. અધિક ગાથા કેઈએ પણ યોજવી નહિ. ગાંઠ