________________
શ્રી નમિઉણ (ભયહર) સ્તોત્રના
અંગેની વિધિ.
યંત્ર, ૧- કંકુ, ગોરૂચંદન વગેરે સુગંધી પદાર્થોથી આ યંત્રને ભેજપત્ર પર લખી, કુંવારી કન્યાએ કાંતેલા કાચા સુતરથી યંત્રને વીંટાળી ભુજાએ બાંધવાથી મહાભનું નિવારણ થાય છે. સાધન-મંત્રને ૧૨૦૦૦ વાર જાપ કરવો. ત્રિકેણ કુંડમાં ૧૨૦૦૦ હોમ કરવો,
અને મંત્ર જપવાના દિવસે ઉપવાસ કરવો, દાનદેવું તથા શ્રી પાર્શ્વ, નાથપ્રભુની (અષ્ટપ્રકારી) પૂજા કરવી. વિધિ-સેપારી ૨૧, રૂપ ૧, ઓઢવાનું વસ્ત્ર તથા પુષ્પ વગેરે. યંત્ર, ૨–
આ યંત્રને સુગંધી દ્રવ્યથી લખી ઘરે પૂજા કરવાથી શાંતિને આપનારે થાય છે. યંત્ર, ૩–
શુભદિવસે, શુભનક્ષત્ર સુગંધી દ્રવ્યથી લખી હરહંમેશ પૂજા કરવાથી સર્વકાર્યની સિદ્ધિ થાય છે. યંત્ર છે
આ યંત્રની વિધિ મૂળામાં નહિ મળી આવવાથી અત્રે આપી નથી, પરંતુ આ યંત્રની રચના ઉપરથી આ યંત્ર શાંતિદાયક હોય એમ લાગે છે.
–સારાભાઈ નવાબ.