________________
માફ કથન
પ્રાતઃસ્મરણીય પંડિતપ્રવર બાલબ્રહ્મચારી જેનાચાર્યો અને ધર્મધુરંધર સાધુવાએ રચેલાં આ સ્તંત્રને સંગ્રહ જનતા સમક્ષ રજૂ કરતાં આજે મહારા આત્માને જે અનહદ આનન્દ થઈ રહ્યો છે, તે તે માત્ર અનુભવી શકાય ? કહી શકાય નહિ! પરંતુ વાસ્તવિક શતિએ તે આ સંગ્રહને સર્વાગ સંપૂર્ણ અને સુન્દર બનાવવાને સુયશ પૂ. દક્ષિણ વિહારી મુનિરાજ શ્રી અમરવિજયજી મહારાજના પરમ વિનય વિદ્વત્ન મુનિવર્ય શ્રીમત ચતુરવિજયજી મહારાજના જ જ્ઞાન અને શ્રમને ફાળે જાય છે. તેઓ શ્રીમની અથાગ મહેનત અને તેજસ્વી પ્રેરણું વિના મહારા જે ક્ષક શક્તિવાન આવા ગ્રન્થરત્નને તૈયાર કરી શક્ત જ નહિ. એટલે આ ગ્રન્થ વિષે બે બોલ કહેતાં પૂર્વે હું તેઓશ્રીનું ઋણ અદા કરવું અનિવાર્ય માનું છું. તેમજ આવા ઉત્તમોત્તમ ગ્રન્થરત્નની પ્રસિદ્ધિ કરવાનું સદ્દભાગ્ય મને પ્રાપ્ત કરાવવા માટે તેઓશ્રીને હું પરમ ઉપકૃત છું.
પ્રસ્તુત ગ્રંથ એ પ્રાચીન સ્તોને સંગ્રહ છે. તેત્ર એટલે સ્તુતિ અર્થે રચાએલું કાવ્ય. પિતાના ઈષ્ટદેવના ગુણાનુવાદ અને પિતાની આંતર અભિલાષા સ્તોત્રમાં તેના રચયિતાએ સાક્ષાત્કાર કરાવે છે. અને આવાં સ્તોત્ર ભક્તની ભક્તિભાવનાની ઉંચ્ચતા કિવા વિશિષ્ટતાને ખ્યાલ આપે છે. જૈન સાધુવર કેના ગુણાનુવાદ ગાય છે, કેવા ગુણનુવાદ કરે છે અને તેઓની આંતરુ અભિલાષા કેટલી નિર્મળ, કેટલી પવિત્ર, કેટલી ઉંચ્ચ કોટિની હોય છે, એ બધું સ્તોત્રના અવલોકનથી જાણી શકાય છે. કોઈ પણ દર્શન સાહિત્યમાં અને જૈનદર્શનના સાહિત્યમાં સ્તોત્રનું સ્થાન ઘણુંજ ઉંચું છે. કહેવા વો કે–સ્તોત્રો એ ધર્મ સાહિત્યનું અંગ છે. ભક્તામાઓ જ્યારે મધુર સદે પરમાત્મ મૂર્તિમાં લિન બનીને સ્તુતિકાવ્ય-સ્તોત્રો ગાય છે, ત્યારે તેમાંથી રચનારની કળા અને બોલનારની પવિત્રતા નિઝરે છે.