SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ GGGGGGGGGGGGGGGGөө પ્રસ્તાવિક આચાર્ય શ્રી વિજય રાજયશસૂરિજી મ.સા. ભક્તામર-સ્તોત્રના ભક્તશિરોમણિ છે. તેમને શ્રમણ-દીક્ષા લીધા પહેલાથી જ ગીર્વાણ-ગિરા-સંસ્કૃતભાષા પ્રત્યે નૈસર્ગિક પ્રેમ તો પહેલે જ હતો. જેને વિષે તેમણે પોતે જ ”સંપાદકીય”માં ઉલ્લેખ કરેલ છે. જ આ આરાધના-દર્શન તથા રહસ્ય-દર્શનનું આલેખન એ આ મહાગ્રંથનું મુખ્ય પ્રયોજન છે. આ પ્રયોજનને સફળ અને સાર્થક બનાવવા માટે પૂ. સૂરિજીએ અનેક ગ્રન્થોનું અવલોકન અને અવગાહનો કરી, ગ્રંથને સમૃદ્ધ બનાવેલ છે. પૂજ્યશ્રીએ આલેખેલ શ્રી ભક્તામર સ્તોત્રનું આરાધના-દર્શન અને તેનું રહસ્ય દર્શન એટલું બધું ગંભીર અને વિસ્તૃત છે કે જૈન શોધાર્થી છાત્ર Ph.d. કરવા માટે સંશોધનનો વિષય ચૂંટી શકે. શ્રી ભક્તામરમાં શ્લોકોનું પ્રમાણ ૪૪, ૪૮, કે ૫૨ છે. તે વિષય પણ વિચારણીય છે. દરેક જૈન સંપ્રદાયની શ્લોક પ્રમાણની ભિન્ન-ભિન્ન માન્યતા છે. એટલે આ વિષે પણ સંશોધન કરી પ્રમાણનું નિર્ધારણ કરવું અત્યાવશ્યક છે. (લેખકે આ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જણાવ્યો જ છે.) શ્રી ભક્તામર-સ્તોત્રની એ વિશેષતા છે કે તેમાં ‘સમન્વય’ની દૃષ્ટિ મુખ્ય રહેલ છે. ભગવાન આદિનાથને બુદ્ધ, શંકર, વિધાતા, અને પુરુષોત્તમ શ્રી રામ (શ્રી કૃષ્ણ) તરીકે સંબોધીને તેમને નમસ્કાર કરી અર્ચના-પૂજના કરવામાં આવેલ છે. આવા સમન્વયાત્મક ભક્તામર-સ્તોત્રનું આરાધના-દર્શન અને રહસ્ય-દર્શનનું ઉદ્ઘાટન કરી, પૂજ્ય સૂરિજીએ ભગીરથ પુરુષાર્થ ખેડ્યો છે તે અભિનંદનીય હોવા ઉપરાંત અભિવંદનીય પણ છે. આ ભક્તામરસ્તોત્ર નવીનતમ અભિનવ મહાગ્રંથ સર્વોપયોગી સિદ્ધ થાય એ અંતર્ભાવના છે. આ ભક્તામર સ્તોત્રની આરાધનાથી અનેક ભવ્ય જીવોએ પોતાનું જીવન ધન્ય અને સફળ બનાવેલ છે. આ ભક્તિ-કાવ્ય એટલું બધું સુપ્રસિદ્ધ અને સર્વમાન્ય છે કે જૈન સમાજના બધા સંપ્રદાયોમાં ચતુર્વિધ શ્રીસંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પ્રતિદિન તેનો મંગલ પાઠ કરે છે. અને પોતાના જીવનમાં અપૂર્વ આનંદાનુભૂતિ અનુભવે છે. પ્રાસ્તાવિક લખવા નિમિત્તે પણ આ મહાગ્રંથની પ્રસાદી મને પણ મળેલ છે. તે માટે પૂ. લેખકશ્રી તથા માનનીય પ્રકાશકનો આભારી છું, સુજ્ઞેષુ કં બહુ ! HTT Jain Education International_2010_34 al 2010_04 શાંતિલાલ વનમાળી શેઠ "ન્યાયતીર્થ" (ઉ.વ. ૮૭) સંચાલક સન્મતિ-સ્વાધ્યાય પીઠ બેંગલોર TIT For Private & Personal Use Only B HTT good | | www.jaielbrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy