________________
ત્યાં સુધી વિકાસ શકય બને છે... જયારે આરાધકને પોતાની સિદ્ધિ અંગે કુતૂહલ ઉત્પન્ન થાય છે અને તેને પોતાની સિદ્ધિ કોઈને બતાવી દેવાની ઈચ્છા થાય છે – પ્રદર્શન વૃત્તિ વધતી જાય છે કે તરત જ સિદ્ધિ ધટતી જાય છે... કોઈક વખત તો પ્રાપ્ત થયેલી તમામ શક્તિઓ નાશ પામી જાય છે. પણ, જો સમ્યફ વિધિનો ખ્યાલ રહે તો શ્રી ભકતામર સ્તોત્ર પણ અનુગ્રહના સામર્થ્યવાળું તેમ જ અભીષ્ટ સિદ્ધિ પ્રદાન કરવામાં કલ્પવૃક્ષ જેવું છે... જે આરાધકોને પોતાની સંકલ્પ શકિત વિકસાવવી હોય તેને ભકતામર સ્તોત્રના પ્રયોગો જરૂરથી કરવા જેવા છે... પણ, એક વાતનું પુનઃ પુનઃ ધ્યાન રાખવા જેવું છે કે આપણો માનવ-જન્મ આત્માથી પરમાત્મા થવા માટે છે. માટે કોઈ પણ પ્રકારના કષાયોના મૂળ આત્મામાં ઊંડા ન ઉતરી જાય તેનું ધ્યાન રાખવું.
૦ આત્માથી પરમાત્મા બનીએ
સાધકોએ-આરાધકોએ સાધન-વ્યામોહ ન રાખવો. કેટલાંયના મનમાં એક સ્તોત્ર કે એક મંત્રની આરાધના ચાલતી હોય ત્યારે બીજાં સ્તોત્ર કે મંત્ર માટે વ્યામોહ જાગે છે. વારંવાર પોતાના આરાધ્ય સ્તોત્રોને બદલતાં જાય છે. એક જ સાથે અનેક સ્તોત્ર અને મંત્રની આરાધના કરે છે. આથી તેનામાં ચાંચલ્ય જન્મે છે અને સંકલ્પ-સિદ્ધિની શક્તિ નાશ પામે સ્મરણ તરીકે તમે ગમે તેટલાં સ્તોત્રો ગણો, પણ આરાધના-સાધના માટે આરાધ્ય તો એક જ સ્તોત્ર બનાવવું જોઈએ. ક્યું સ્તોત્ર વધારે શક્તિવાળું છે? એવો પ્રશ્ન આરાધકે કરવો તેના બદલે ક્યા સ્તોત્રમાં આરાધકનો આત્મા સહજ રૂપે એકાકાર થઈ જાય છે, તે જ આરાધકે વિચારવું... અનેક સ્તોત્રો છે. અનેક રૂચિના પ્રકારો છે. પણ, તેથી કોઈ સ્તોત્રમાં ઓછી કે વધારે શક્તિ છે. તેવો વ્યામોહ ન પ્રગટવા દેવો... શાસ્ત્રમાં તો જણાવાયું છે કે “ભૂત્તેિ ચાવંતા, સામયિક માત્ર સિદ્ધાઃ”—સંભળાય છે કે અનેક આત્માઓ માત્ર સામાયિક એ પદથી જ સિદ્ધ થયા છે. પદ એ પ્રાપ્તિ અને પદાર્થ સુધી પહોંચવાનો પથ છે. પદ એ મંઝિલ નથી, પણ પદ એ મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ છે... કયા રસ્તેથી મંઝિલે પહોંચાશે તે અગત્યની વાત નથી. પણ પદ એ મંઝિલ સુધી પહોંચવાની મકકમતા એ મુખ્ય મુદ્દો છે. શ્રી ભક્તામર સ્તોત્રના આરાધકો કોઈપણ જાતના પ્રેમ અને શ્રેય આ સ્તવના દ્વારા મેળવી શકે છે, તેમાં શંકા નથી. અંતમાં શ્રી ભક્તામર સ્તોત્ર માટે જાણી લઈએ કે શ્રી ભક્તામર સ્તોત્ર પણ મંત્ર-વિઘાથી : સાધ્ય (૧) શાંતિક પૌષ્ટિક (૨) વશીકરણ (૩) સ્તંભન (૪) સર્વભયહરણ (૫) ઉચ્ચારણ-મારણ કરવાનું મહાન સામર્થ્ય ધરાવતું એક મહાન સ્તોત્ર છે અને આપણે મુક્તિની પ્રાપ્તિનું મુખ્ય લક્ષ્ય રાખી-મુખ્ય આશય રાખી આત્મસ્વરૂપની શુદ્ધિ સાધી સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. * સમભાવનું અને સ્વભાવનું વશીકરણ કરવાનું છે. છે દોષોનું-આAવોનું સ્તંભન કરવાનું છે. * સંકલ્પ-વિકલ્પોની શાંતિ કરવાની છે. ક્ર વિશ્વશાંતિની પુષ્ટિ કરવાની છે. * મલિન સંસ્કારોનું ઉચ્ચાટન અને મારણ કરવાનું છે.
આમ કરવાથી આધ્યાત્મિક વડુકર્મને સિદ્ધ કરીને શ્રી ભક્તામર સ્તોત્રથી અવશ એટલે વિવશ (આપણી પાસે દોડી આવવા ઉત્સુક બનેલી) દ્રવ્ય-ભાવ લક્ષ્મીને ગ્રહણ કરીને આપણે ખરા અર્થમાં "માનતુંગ” બનવાનું છે. આ આરાધના કરીને પ્રત્યેક વ્યક્તિએ આમાથી પરમાત્મા બનવાનું છે. પ્રત્યેક સંઘે જૈન જયતિ શાસનમુનો જયનાદ ગુંજાવવાનો છે.
શાસભ
| (૧૨
3 ૭ આરાધનાન
૦
0 ૦
2 |
)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org