SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ઈગ્લીશ ભાષાના વિદ્વાનો સ્પેલીંગ માટે જે ચીવટ રાખે છે તે હવે આપણે ત્યાં રહી નથી... છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો વિદ્વાનું સાધુ-સાધ્વીજી દ્વારા પણ જોડણીની સરિયામ ઉપેક્ષા થાય છે... શ્રમણ સંધ એક આદર્શ સંસ્થા છે... જ્ઞાન-ધ્યાનની ગહનતા માટે લોકોને જે શ્રદ્ધા અને આસ્થા છે તે ટકાવી રાખવા માટે જાગૃત રહેવાની જરૂર છે... શ્રી ભકતામરની આરાધના અંગે આટલી ચર્ચા થઈ. આરાધક આત્માઓએ આવી ચીવટપૂર્વક અર્થાતુ આરાધ્યની પ્રબળ શ્રદ્ધા રાખીને, પરંપરાએ પણ મોક્ષનું લક્ષ્ય રાખીને, પ્રત્યેક વિધિને કલ્પમાં દર્શાવેલ મંત્ર-તંત્રો સહિત આરાધીને જીવનને પ્રસન્નતામય બનાવી પરમાનંદની પ્રાપ્તિ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. શું આ બધી સાવધાની પૂર્વક આ કાળમાં ભકતામર સ્તોત્ર ગણવામાં આવે તો ચમત્કાર થાય ? શ્રી ભકતામર સ્તવના કલ્પોમાં જે ફળ લખ્યું છે, તે ફળ મળે ? આ બધાંનો જવાબ હકારમાં જ છે... અત્યાર સુધી ભકતામર સ્તોત્રનો જે મહિમા ચાલ્યો આવ્યો છે... તેમાં પણ કારણ આ સ્ત્રોત્રની ચમત્કારિતા જ છે... એ વાત નિઃશંક છે કે આ કાળમાં પણ ભકતામર સ્તોત્રના આ પાઠથી અને એના કલ્પોની આરાધનાથી ધાર્મિક કાર્યો સિદ્ધ થાય છે... શ્રી ભકતામર સ્તોત્રની આ મહાન સિદ્ધિની પાછળના રહસ્યોનું પૃથક્કરણ "રહસ્ય-દર્શન” વિભાગમાં થશે... પણ. એ વાત નિ ભક્તામર સ્તોત્રની કાર્યકારિતા અમોધ છે... • સિદ્ધિ સંકલ્પ આધીના મંત્ર વિશે કહેવાય છે કે "મનના ત્રાય ડુત મંત્રઃ" - જે મનન કરવાથી રક્ષણ કરે તેનું નામ મંત્ર... મને તો લાગે છે કે જેને મનનને સમજવું હોય તેણે મનને સમજવું જ જોઈએ...”મન” પોતે જ ભવ્યતમ શકિતના ભંડાર જેવું છે... જેના આત્મામાં પવિત્રતા છે, જેના વચનમાં સત્યતા છે અને જેના વર્તનમાં વિવેક છે, તેનું મન એક મહાન શકિત રૂપે કાર્ય કરે છે. ' શબ્દ શકિતને એક ગોળી સાથે સરખાવીએ તો મન રિવોલ્વર-બંદૂક જેવું શસ્ત્ર છે... આત્મા તેનાથી ધાર્યું નિશાન વીંધી શકે છે... મનમાં જો સાચાં વિચારોનું જ આરોપણ (feeding) ફીડીંગ કર્યું હોય તો મને સંકલ્પ પ્રમાણે સિદ્ધિ આપે જ છે... દરેક વ્યકિત સંકલ્પ દ્વારા પોતાની અભીષ્ટ ચીજ પ્રાપ્ત કરી શકે છે. તેથી શ્રી ભકતામર સ્તોત્રનો આરાધક પણ આ સ્તવ દ્વારા અભીષ્ટ પ્રાપ્ત કરી શકે, તેમાં શંકા જ નથી... મનની આ ધારણા તેમ જ સંકલ્પ શકિત વિકાસ કરવાની ચોકકસ પદ્ધતિ છે... જેમ નિશાન તાકનાર વ્યકિત નિરંતર નિશાન તાકવાનો અભ્યાસ કરતાં કરતાં પોતાના લક્ષ્યને-નિશાનને વેધી શકે છે, તેમ સંકલ્પ કરવાની વિધિ પણ નિત્ય સંકલ્પ કરનાર આત્માને હસ્તગત થતી જાય છે અને સંકલ્પ પ્રમાણે લક્ષ્ય પ્રાપ્તિ થાય છે... શ્રી જયવીયરાય સૂત્રના બે નામો આપણે ત્યાં પ્રસિદ્ધ છે... (૧) શ્રી પ્રાર્થના સૂત્ર (૨) શ્રી પ્રણિધાન સૂત્ર... પ્રાર્થના કયારે ફળે, એ વાત પ્રણિધાનનો અર્થ સમજનારને તુરત જ સમજાઈ જાય છે... જ્યાં સુધી મન એક મહાન નિધાન છે, તેવી પ્રકૃષ્ટ ભાવના પ્રગટતી નથી ત્યાં સુધી મનમાં રહેલું નિધાન-મનનો અખૂટ ભંડાર પણ પ્રગટતો નથી... જે પ્રણિધાનની : વિધિ સમજશે તેના માટે સંકલ્પ-સિદ્ધિ અશકય નથી... અત્રે એ સંકલ્પ શકિતને વિકસાવવાના માર્ગનું વિવેચન કરવાનો અવકાશ નથી... પણ, એક નાના દુહામાં કહ્યું છે તે સમજશે તો વધુ સમજાશે : "પ્રભુ નામની ઔષધિ... ખરા ભાવથી ખાય, રોગ-પીડા વ્યાપે નહિ, સબ સંકટ મીટ જાય. અહીં બતાવેલો "ખરો ભાવ” એ જ સંકલ્પ-સિદ્ધિનો માર્ગ છે... શ્રી ભકતામર સ્તોત્રની પ્રાર્થના, આરંભ જ સંકલ્પસિદ્ધિથી થયો છે. તેથી અવશ્ય આપણને પણ સંકલ્પ બક્ષે છે... મન પણ પદાર્થ છે. શકિત છે અને શક્તિનું શકિતમાં રૂપાંતર જરૂર થઈ શકે છે. કોઈપણ એક નિયત કાળના ગાળામાં જો તમે તમારા સંકલ્પ સિવાયનું બીજું કશું જ ન વિચારો તો, તમારો સંકલ્પ સિદ્ધ થયા વિના ન રહે... આરાધ્ય પ્રત્યેની અશ્રદ્ધા, સિદ્ધિ પ્રત્યેનો સંદેહ અને સંકલ્પાંતરનું ચિંતન સંકલ્પ-શકિતનો નાશ કરે છે માટે સંકલ્પની સિદ્ધિ ઈચ્છનારે ઉપરોકત સુચનાનું ધ્યાન રાખી પાઠ કરવાનું નિશ્ચય કર્યો હોય તો જરૂર તેને સંકલ્પ પ્રમાણે સિદ્ધિ મળે છે... જેમ કોઈ પણ શકિતનો વિકાસ ક્રમિક થાય છે અને દરેક વ્યકિત કોઈ એક નિશ્ચિત હદ સુધી જ આગળ વધી શકે છે... તેમ આ સંકલ્પ-શકિતનો ધીમે ધીમે વિકાસ સાધવો પડે છે... અને પાત્રતા હોય ( T / VT TTTTTTTTTTTTTTTTTTTTT આરાધના-દર્શન ૩૧૧) ૩૧૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy