SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૧૦ અક્ષતનો સ્વસ્તિક કરવો. ૧૧ સ્વસ્તિક ઉપર સોપારી મુકવી. ૧૨ પંચામૃતના ઘડામાં રૂપા નાણું મુકવું. ૧૩ પંચવર્ણના ૧૦૮ પુષ્પોની માળા કરીને ઘડાના કાંઠલાને પહેરાવવી. ૧૪ પંચામૃતથી ચક્રેશ્વરીનો પ્રસાલ કરવો. ૧૫ અષ્ટગંધથી ચક્રેશ્વરીની પૂજા કરવી. ૧૬ પછી ચક્રેશ્વરીની અષ્ટપ્રકારી પૂજા કરવી. ૧૭ લોકપાલને બલિ-બાકળા-ફળ નૈવેદ્ય-પુષ્ય-ચઢાવવા. નવરંગી અથવા દશાંગધૂપ ઉવેખવો. ૧૮ રવિપુષ્યમાં તૈયાર કરેલ આંબાના લાકડાની પાટલી અથવા ચાંદીનું પતરૂં તૈયાર રાખવું. ૧૯ પાટલી અથવા પતરા પર યંત્રનું આલેખન કરવું. ૨૦ યંત્રની પણ ફલ-નૈવેદ્ય થી પૂજા કરવી. ૨૧ યંત્રની આરતી કરવી. ૨૨ આરાધકે અષ્ટગંધથી કપાળમાં તિલક કરવું, ૨૩ ઉત્તરદિશામાં મુખ રાખવું, પીળા આસન પર બેસવું. ૨૪ પીળી માળાથી સૌથી પહેલા કાવ્યના ૧૨૦૦૦ જાપ કરવા. ૨૫ પછી ઋદ્ધિ ના ૧૨૦૦૦ વાર જાપ કરવા. ૨૬ ત્યાર બાદ મંત્રના ૧૨૦૦૦ વાર જાપ કરવા. ૨૭ આ રીતે જાપ કરવાથી મંત્ર (ગાથા) સિદ્ધ થશે. ૨૮ મંત્ર સિદ્ધ થયા પછી પંચાંગ વિધિમાં બતાવેલ સંખ્યા પ્રમાણે જાપ કરવા. દા. ત. છેલ્લી ગાધાની વિધિમાં જણાવ્યું છે કે નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. માટે છેલ્લી ગાથાના કાવ્ય, ઋદ્ધિ તથા મંત્ર રોજ ૧૦૮ વાર ગણવા એવો અર્થ સમજવો. આજ ગાથાના કલ્પમાં એમ પણ જણાવ્યું છે કે ‘કાવ્ય ઋદ્ધિ મંત્ર'નો સાડા બાર હજાર અથવા પૂરો એક લાખ જાપ છ મહિનામાં સંપૂર્ણ કરીને મંત્ર સિદ્ધ કરવો. ર આનાથી સમજાય છે કે ૧૨,૫૦૦ મંત્ર સિદ્ધિ માટે જધન્ય સંખ્યા છે અને ઉત્કૃષ્ટ સંખ્યા સવા લાખની છે અને રોજની જાપ સંખ્યા ૧૦૮ ની છે. બંનેય આરાધના ના કલ્પોને સાથે વિચારવાથી આરાધકને ખૂબજ સુંદર માર્ગદર્શન મળી શકે છે. ૦ ૨૮ મુદ્દાનું વિહંગાવલોકન અને પૃથક્કરણ આપણે ઉપરના ૨૮ મુદ્દાનું પુનઃ વિહંગાવલોકન કરીએ. ખ્યાલ રાખીએ કે આ બંનેય કલ્પો વિશેષ આરાધના માટે છે અને વિશેષ સત્ત્વવાળા આરાધકો માટે છે. ૧ આરાધનાનું સ્થળ એકાંત સૂચવવામાં આવ્યું છે. તે ખાસ ખ્યાલ રાખવા જેવું છે. જેઓએ આવી વિશેષ આરાધના કરવી હોય તેઓએ સાતિશાયી તીર્થો, નદી-વિગેરે જ્યાં જલનો સમૂહ પ્રચૂર હોય તેવા રમણીય સ્થળમાં પોતાની આરાધનાનું સ્થળ એકાંતમાં રાખવું. પોતાની દૈનિક આવશ્યક્તાઓની સુલભતા હોય તેનો પણ ખ્યાલ રાખવો. આરાધનાના સ્થાનમાં લીંપણનું મહત્વ બતાવ્યું છે તે ધ્યાન રાખવા જેવું છે. ગાયના છાણની એક વિશિષ્ટ પ્રતિકારક શક્તિ આજે વિજ્ઞાને પણ સ્વીકારી છે અને સમસ્ત કલ્પના અનુસંધાનથી લાગે છે. જ્યારે સવા લાખ જાપ ૬ માસમાં પૂર્ણ કરવાનો હોય તો રોજના લગભગ ૬૫૦ જાપ તો થવા જ જોઈએ. પણ ૧૨,૫૦૦ નું બધું અનુષ્ઠાન કરવાનું હોય તો પણ ૧૦ દિવસનું અનુષ્ઠાન તો કરવું જ પડે. કોઈકની શક્તિ વિશેષ હોય તો ત્રણ દિવસમાં પાર પાડી શકે. પણ સામાન્ય આરાધક માટે તો ૧૦ દિવસ જ ઉત્તમ સમય કહેવાય. ૩૦૪ આરાધના-દર્શન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy