SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. માનતુંગસૂ. મ. સા. કહે છે કે જો તારે માનથી ઉત્તેગ બનવું હોય તો આ સ્તોત્રનો પાઠ નિરંતર કરવો જ જોઈએ.. કારણકે મેં (માનતુંગસૂરિ) આ જ સ્તોત્રમાં પડકાર કરતા કહ્યું છે કે “મૂલ્યશ્રિતં ય રૂ નાત્મસમં રતિ” ““શું આ મારો આદિદેવ આશ્રિતને પોતાના જેવો નથી બનાવતો ?'' જુઓને એ જ વાત યાદ ન અપાવી હોત તો... તે પદમાં પણ “ય ઈહ'' શબ્દ અને ગાથામાં પણ “ઘત્તો નનો ય ફુદ વટાતા મનવં” – અહીં પણ “રૂ' શબ્દનો ઉપયોગ શા માટે આવા કાવ્યમાં કર્યો. “ રૂદ' શબ્દની આવૃત્તિ આ બે ઠેકાણે જ છે.. વાંચક ચિંતન કરે કે મહાપુરુષો પોતાના રહસ્યો કાલંજયી કૃતિમાં ફેલાવતા જ હોય છે.. આપણે એ રહસ્યોને શોધવાના હોય છે.. એ રહસ્યોને પામવાના હોય છે. પૂ. માનતુંગસૂરિ મહારાજે આ આઠ ભય બતાવ્યાં છે. છતાંય “ઓ મૂર્ખ ! તું એમ કહે છે કે હું તો ભય આવે ત્યારે ભગવાનને ભજીશ.. રોજ મને સમય નથી.. રોજ મને કયો ભય ખાઈ જતો હોય છે કે હું ભક્તામર ગણું ?'' જરા રહસ્યને પામ.. શા માટે પૂ. માનતુંગસૂરિ મહારાજે આઠ ભયોનું વર્ણન કર્યું ?'' આ આઠ ભયને શું તે નથી ઓળખ્યા? હવે ઓળખ.. આ આઠેય કર્મો એ આઠ ભય છે. પ્રતિપળે તું ચાર ઘાતકર્મોના ઉદયથી ત્રસ્ત છે, પ્રતિપળે તું ચાર અઘાતી કર્મોના ઉદયથી ધ્વસ્ત છે.. ભયથી ભીંસાઈ ગયેલો - ભયથી ભરમાઈ ગયેલો ઓ માનવી ! ક્ષણ માટે અંતર-આત્માના વિકાસનો વિચાર કરજે. તું જરૂર સમજી શકીશ કે શ્રી ભક્તામર-સ્તોત્રનો પાઠ તો દરરોજ નહીં, હરક્ષણ કરવા જેવો છે.. જ્યાં સુધી તને ભગવાનના ગુણોથી ગૂંથાયેલ માળાનો ખ્યાલ નહીં આવે, ત્યાં સુધી તારું જીવન ચમકી નહીં ઉઠે.. માટે જ ટીકાકાર “જિનેન્દ્ર !” સંબોધન કરીને “જુ ર્નિવથ્થ’’ – એ પદનો ગુણો વડે ગુંથાયેલી એવા અર્થથી સંતોષ નથી કર્યો.. બીજો અર્થ એ પણ કર્યો છે કે “ગિનેના ર્નિવથ્થાં” . આ રુચિર વર્ણવાળા-વિવિધ પુષ્પોવાળી માળા લૌકિક પુરુષોની ખુશામત નથી... આ તો જિનેન્દ્ર-ગુણોથી ગુંથાયેલી માળા છે.. આવી જિનેન્દ્રના ગુણોવાળી રુચિર વર્ણ અને વિવિધ પુષ્પોની માળાને જે અજૐ – નિરંતર “#ઠાતા” સ્મૃતિ પથમાં રાખે છે, તે “માનતુંગ” બને જ છે... * અમદાવાદમાં જૈન નગર સોસાયટીમાં ચાતુર્માસ હતું. એક વિદ્વાન બ્રાહ્મણ પ્રોફેસર મળ્યા.. તેઓ કહેવા લાગ્યા - આપના પૂ. ગુરુ મહારાજ અને આપ બધાં તો આ રીતે સમૂહમાં ભક્તામર-સ્તોત્રનો પાઠ કરો છો.. હું પણ રોજ શ્રી ભક્તામર સ્તોત્રનો પાઠ કરું છું..'' મેં પૂછયું “કેમ તમને ભક્તામર સ્તોત્ર ગમી ગયું ?' પ્રોફેસર સાહેબે જણાવ્યું - જરૂરથી ગમે છે. આ ભક્તામર પણ ગમે છે અને જિન શાસનનો નિયમ પણ ગમે છે... અહીં ભગવાન બનવું એ કોઈની (Monopoly) મોનોપોલી નથી. બધાં જ આત્મા-પરમાત્મા બની શકે છે.” “જિન ધર્મ એટલે પામર આત્માને પરમ + આત્મા = પરમાત્મા બનાવવાનો પથ છે.” . આ વાત સમજાઈ જાય તેવી છે.. અહીં વીતરાગ બનવું - એ કોઈની મોનોપોલી નથી. એકાધિકારથી અહીં કશું જ ધરાયેલું નથી. જિન શાસનતો ગુણાધિકાર પર રચાયેલું છે... જો શ્રી આદીશ્વર પરમાત્મા તીર્થંકર બનવું એ મોનોપોલી નથી, તો પોતે જ “માનતુંગ” બનવું એવી માનોમોલી પૂ. માનતુંગ સૂરિ શા માટે રાખે ? પૂ. ગુણાકર સૂરીશ્વજી મ. સાહેબે ““માનતુંગ” ના છ અર્થો કરી બતાવ્યા... એ અર્થો કરતા વ્યક્તિ ગૌણ બની... પૂ. માનતુંગ સૂ. મહારાજને ગૌણ બનાવ્યા... પણ, વ્યક્તિત્વ ઊભરાઈ આવ્યું.. ચાલો, જોઈ લઈએ “માનતુંગ'' ના છ અર્થો.. માન” એટલે “ચિત્તની ઉન્નતિ'', અને તુંગ એટલે “ઊંચા'... (૧) ““માનતુંગ' એટલે ચિત્તની ઉન્નતિથી ઊંચા.. (૨) “માનતુંગ' એટલે પ્રતિષ્ઠાની પ્રાપ્તિથી ઊંચા.. (૩) “માનતુંગ” એટલે અભિમાની પુરુષોત્તમ (કૃષ્ણ).. (૪) “માનતુંગ” એટલે અહંકાર સહિત આજે જેને સ્વાભિમાની કહેવાય તેવાં.. (૫) શરીરના અપ્રમાણતાથી શ્રેષ્ઠ પુરુષોની ગણનામાં મોખરે એ જ “માનતંગ” આવાં માનતુંગ બનવાની માત્ર સ્તોત્રકાર સૂરિજીએ મોનોપોલી નથી રાખી.. તમે પણ શ્રી ભક્તામર સ્તોત્ર ગણજો.. અને “માનતુંગ” બનજો.. પુરુષ ગણનામાં ગણાતા પણ થાવ અને પુરુષોત્તમ પણ બનો. આવા જ તમે માનતુંગ બનશો એટલે, પેલી લક્ષ્મી તમારી પાસે અવશ થઈને આવશે વિવશ બનીને આવી જશે.. પૂ. ગુણાકરસૂરિજીએ આ લક્ષ્મીને પણ છે અર્થના સંદર્ભોમાં વર્ણવી છે... પૂ. માનતુંગસૂરિજી મહારાજે સ્તોત્ર રચ્યું અને એ માનતુંગસૂરિજી મહારાજને રાજ્ય-સન્માન, Z રહસ્ય-દર્શન રહસ્ય-દર્શન ૨૭૯ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy