________________
ગુજરાતી ભાષામાં ‘વિચિત્ર' શબ્દનો અર્થ સંસ્કૃત જેવો નથી રહ્યો. શબ્દના ઉચ્ચારણનો પણ અપભ્રંશ થાય છે. પરિવર્તન થાય છે. એમ અર્થનું પણ અપભ્રંશ થઈને પરિવર્તન થતું હોય છે. “વિચિત્ર'' નો અત્યારે ગુજરાતીમાં ન ગમે તેવું અથવા ન સમજ પડે તેવું – કંઈક સુગ ચઢે તેવું” અર્થ થાય છે.
પણ, સંસ્કૃત ભાષામાં “વિચિત્ર” શબ્દ વૈવિધ્યવાળી-વિવિધતાવાળી ચીજો માટે વપરાતો લાગે છે. આ ભક્તામર સ્તોત્ર અનેક જાતનાં સુંદર પુષ્પોની માળા છે.
કોઈક શ્લોકમાં મનોહર ઉપમા છે. તો કોઈક શ્લોકમાં સુંદર પ્રાસ છે. કોઈક શ્લોકમાં અર્થાન્તરન્યાસ રૂપ અલંકારઆભૂષણ છે. તો કોઈક શ્લોક દષ્ટાંત અલંકારથી દેદીપ્યમાન છે. અને કદાચ આ જ વાત પરથી પાછળના પગેરૂ ટીકાકારોએ પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ના પગલાં શોધી કાઢયાં છે. આ વિચિત્ર-પુષ્પામ થી જ કદાચ ભક્તામર-સ્તોત્રના પ્રત્યેક શ્લોકનો વિભિન્ન-વિવિધ પ્રભાવ છે – એવું સૂચન થઈ ગયું છે અને ટીકાકારોએ જાણે એ રહસ્યને પામીને દરેક શ્લોકનો જુદો જુદો પ્રભાવ પણ દર્શાવ્યો છે.
આ સ્તોત્ર-માલા આમ, અનેકવિધ વિવિધ પુષ્પોવાળી છે. પણ, આ પુષ્પોમાં પણ આગળ વાત થઈ એવો એક વર્ણ નથી. અનેક વર્ષો છે. પ્રશ્ન કરનાર તો એમ પણ પૂછશે કે વિવિધ-પુષ્પોનો અર્થ તો “અનેક જાતના પુષ્પો' એમ અર્થ કર્યો. પણ ‘‘વિવિધ વર્ગો’’ અર્થ કેવી રીતે કર્યો ? ત્યાં તો રુચિર વર્ણ પદ છે આ વાત સાચી છે. પણ, ““રુચિર'' એટલે શું લોકોની રુચિ પ્રમાણેનું, “રુચિર' એટલે પ્રત્યેકના મનને ગમી જાય તેવું. શું લોકોની રુચિ કદી એક સરખી હોય ? કોઈને લાલ રંગ જોઈને ભડકો સળગી રહ્યો હોય તેવું લાગે તો કોઈને લાલ વિના બધું ફીકું જ લાગે ગ્રંથકાર પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને લોક રુચિનું મહત્ત્વ છે.. આપણને પોતાને ગમે તેવું આપણને બીજાને આપવાનું મન થાય છે પણ બીજાને તમારી ચીજ માત્ર તમારી રુચિથી ઠોકી ન દેવાય. ધર્મ પણ કોઈના ઉપર થોપી ન શકાય. સત્ય પણ કોઈના ઉપર લાદી ન શકાય. લોકોની સત્ય માટે-ધર્મ માટે-પ્રત્યેક કાર્ય માટે રુચિ જગાવવી જોઈએ.. પૂ. માનતુંગ સૂ.મ.સા.એ લોક રુચિને એવી તો જગાવી છે કે જૈનજૈનેતર જે કોઈપણ એકવાર આ કાવ્યનો સ્વાદ લે છે તે આ કાવ્યને ભૂલી શક્તો નથી.
ભોગાર્થી - ભૌતિકાર્થી કે વિરાગાર્થી - વીતરાગાર્થી - મોરાર્થી કે મોક્ષાર્થી કોઈને પણ ભક્તામર ન ગમે તેવું છે નહીં... કારણકે એ કાવ્ય લોકસચિને સમજનારા પૂ. માનતુંગ સૂ.મ.સા. બનાવ્યું છે... છતાં યે તેઓ લોકાનુગામી નથી.. એ લોકોની રુચિને લોકોત્તર માર્ગે વાળે છે... દૈહિક અને ભૌતિક, ભોગીને ભોગની પ્રાપ્તિ આ સ્તોત્રથી થશે.. એવી વાતની પૂ. માનતુંગ સુ.મ.સા.એ ના નથી કહી. પણ હળવેથી પૂછયું છે કે શું મળશે તને દેહના ભાગમાંથી ?
અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રના આ સ્વાદને તે ઓળખ્યો નથી જગતના તમામ ભોગપભોગ ભોગાંતરાયના ક્ષયોપશમથી મળે છે, પણ સ્વભાવનો ભોગ સ્વભાવની સૌંદર્યતાનો ઉપભોગ તો આ કર્મના ક્ષયથી જ થશે. આ સ્તોત્ર માળામાં રુચિર વર્ષો છે.. વર્ણોનો અર્થ (અ થી ક્ષ) ““અ” થી “ક્ષ' સુધીના અક્ષરો છે
એક છોકરાને એની માએ પ્રાર્થના કરવા ઉભો રાખ્યો. થોડીવારમાં તેણે ધ્યાન પૂર્ણ થયું હોય તેવી રીતે મા ને કહ્યું. મા, મેં ભગવાનને સુંદરમાં સુંદર પ્રાર્થના કરી.' મા આશ્ચર્યથી કહે છે- “બેટા ! તને તો એક પણ પ્રાર્થના નથી આવડતી.. તે કેવી રીતે પ્રાર્થના કરી ?'' છોકરાએ સ્વાભાવિક રીતે જ કહ્યું. “મા, સારામાં સારી પ્રાર્થના પણ બાવન અક્ષરોમાંથી જ બને છે. માટે હું ભગવાનની પાસે પૂરો કક્કો બોલી ગયો છું.. હવે એમાંથી એ પોતે જ સારામાં સારી કવિતા બનાવી લે' એમ કહી દીધું છે, કારણકે, સારામાં સારી કવિતા પણ કક્કામાંથી જ બને છે..' આમ જોઈએ તો વર્ષોમાં વળી ‘‘ચિર'' શું?.. દરેક વર્ગો સારા પણ છે અને ખરાબ પણ છે... સચિને જગાડે છે. અને સચિને ભગાડે પણ છે.. સારામાં સારી કવિતા જો બાવન અક્ષરોમાંથી બને તો ખરાબમાં ખરાબ ગાળ પણ બાવન અક્ષરની બહારથી થોડી બને છે... “રુચિરતા'' વર્ણમાં નહીં.. પણ વર્ણના સંયોજનમાં છે. આપણા કવિ પૂ. માનતુંગસૂ. મ.સા. કહે છે વર્ણો તો બધાંની પાસે હોય જ છે.. પણ સંયોજન એ જ ખૂબી છે.. તેથી અહીં આ “ “રુચિર વર્ણ' એટલે સ્વાભાવિક રીતે “વર્ણોનું” , “ “શબ્દોનું'' અને આખરે “પદનું' પણ સંયોજન થયું છે.. અને તેથી જ આ સ્તોત્રની માળા રુચિર વર્ણવાળા વિવિધ પુષ્પોની બનેલી છે.. પણ, આવી માળા એક દિવસ પહેરી અને એક દિવસ ન પહેરી.. આવું નહીં ચાલે. આવી માળા તો તારે તારા કંઠમાં સદૈવ લટકતી રાખવી પડશે.. "ડર હતો-ભય આવ્યો-ઉપસર્ગ થયો-મુશ્કેલી હતી ત્યારે શ્રી ભક્તામર-સ્તોત્ર ગણ્યું.. હવે આ સ્તોત્રનું ગણવાનું બંધ છે. ગામમાં પૂજ્ય સાધુ મહારાજ ચાતુર્માસ આવ્યા ત્યારે ભક્તામર રોજ બોલતો હતો.. હમણાં બંધ છે. પૂ. માનતુંગસૂ. મ.સા. કહે છે - આ બધું ન ચાલે.. જો સ્તોત્ર સૂજે છે. તો તે અજગ્ન નિરંતર પહેરવી જોઈએ. પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ થવો જોઈએ. શ્રી ભક્તામર સ્તોત્ર રોજ ગણવું જોઈએ.. આનો આનાથી મોટો નિર્દેશ કયો હોઈ શકે ?
(૨૭૮
રહસ્ય-દર્શન XXXXXXXXXXXXXXXXXXXXX)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org