________________
MOTA
( યંત્ર આરાધના વિધિ
કાવ્ય : ૧
વિધિ : આ મંત્રના ધ્યાનથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, સકલ ઉપદ્રવનું નિવારણ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, સફેદ વસ્ત્ર પહેરી, પૂર્વ દિશા સન્મુખ બેસી એક લાખ જાપ કરીને યંત્ર પાસે રાખવાથી સકલ ઋદ્ધિ સિદ્ધિ સંપદાલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
કાવ્ય : ૨
વિધિ : આ કાવ્ય તથા ઋદ્ધિ, મંત્રના જાપ કરવાથી અને પાસે યંત્ર રાખવાથી દ્રષ્ટિગંધ દૂર થાય છે. ત્રીસ દિવસ સુધી, કાળી જપમાળા, કાળા વસ્ત્ર પહેરીને ૧૦૮ વખત જાપ કરી, હમેશાં ૧૦૮ અરીઠા, કડવા તેલ સહિત હોમવાથી નિશ્ચય કરીને શત્રનો ક્ષય થાય છે. મંત્ર સાધતા સુધી મીઠાનો હોમ દિવસમાં એક વાર કરવો જોઈએ.
કાવ્ય : ૩
વિધિ : આ કાવ્ય તથા ઋદ્ધિ, મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી નાનાં બાળકને દ્રષ્ટિ-નજર લાગી હોય તો આ મંત્રથી મંતરેલું પાણી પાવાથી નાશ થાય, ભેંશ અથવા ચાર પગવાળાં તિર્યંચને પણ મંતરેલું પાણી પાવાથી ત્રણ દિવસ તે જ પાણી છાંટવાથી દ્રષ્ટિદોષ નાશ પામે છે.
કાવ્ય : ૪
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી પાણીનો ઉપદ્રવ મટે, પાણીમાં ડુબે નહિ, વહાણ પણ પાણીમાં ડુબે નહીં. વળી ૧૦૮ વાર અથવા ૨૧ અગર ૭ વાર કાંકરી મંત્રીને જાળમાં નાખવાથી જાળમાં માછલીઓ પકડાતી નથી.
કાવ્ય : ૫
વિધિ : આ કાવ્ય તથા ઋદ્ધિ મંત્રનો જાપ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી આંખની પીડા મટે, જેની આંખ દુખવા આવી હોય તેને આખો દિવસ ભૂખ્યો રાખીને, સંધ્યા સમયે ૨૧ પતાસાં મંતરી પાણીમાં ધોળી પાવાથી અથવા ૨૧ વાર આંખ મંતરવાથી આંખ દુ:ખતી મટે, નેત્રના સર્વ રોગનો નાશ થાય.
કાવ્ય : ૬
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનો પાઠ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી વિદ્યા શીધ્ર ચડે, વિસ્મૃતિ ન થાય, વાકશુદ્ધિ થાય, મૂર્ણપણું દૂર થાય અને જીભ છુટી થાય.
કાવ્ય : ૭
વિધિ : આ કાવ્ય, ત્રઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી સર્પનો ભય રહેતો નથી. વળી સ્થાવર અને જંગમ સર્વ જાતના ઝેરનો નાશ થાય. ૧૦૮ વાર ઋદ્ધિ મંત્રથી કાંકરી મંત્રીને સર્પના મસ્તક પર નાખવાથી સર્પ કીલિત થઈ જાય છે. સર્પ ડંશ દઈ શકતો નથી, જેને સર્પ કરડ્યો હોય તેને પાણી મંત્રીને આપવાથી સાપનું ઝેર ચડતું નથી.
કાવ્ય : ૮
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી વ્રણ (ઘા) ની પીડાનો નાશ થાય છે. વળી મીઠાની કાંકરી ૭ વાર અથવા ૧૦૮ વાર મંત્રી પીડાતા અંગને ઝાડો દેવોથી પીડા મટી જાય છે.
2 (૧૬૨
(૧૬૨
યંત્ર આરાધના વિધિ
યંત્ર આરાધના વિધિ
2
)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org