________________
પ્રકાશકીય
આચાર્ય રામચંદ્રસૂરિ-ગુણચન્દ્રસૂરિ વિરચિત દ્રવ્યાલંકાર ગ્રંથ પ્રગટ કરતાં અમે અપાર હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથના કર્તા આ. રામચંદ્રસૂરિ તથા ગુણચન્દ્રસૂરિ કલિકાલસર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિના સુપ્રસિદ્ધ વિદ્વાન્ શિષ્યો હતા. તેમણે રચેલાં નાટકો અત્યંત પ્રસિદ્ધ છે તેમજ સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ કોટિનાં છે. તેમણે જ રચેલો એકમાત્ર દાર્શનિક ગ્રંથ દ્રવ્યાલંકાર અદ્યાવધિ અપ્રસિદ્ધ હતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી તેના પ્રકાશનની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, પરંતુ આ ગ્રંથનો આદિ ભાગ અપ્રાપ્ય હતો. પૂ. મુનિરાજશ્રી જંબૂવિજયજી મ. સા.એ આદિ ભાગ મેળવવા માટે ભારતભરના જ્ઞાનભંડારોમાં શોધખોળ કરી કરાવી હતી. પરંતુ દુર્ભાગ્યે તે અંશ પ્રાપ્ત થઈ ન શકયો એટલે મૂળ ગ્રંથ સંપૂર્ણ અને તેની સ્વોપજ્ઞવૃત્તિનો ઉપલબ્ધ ભાગ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે.
ભારતીય દર્શનના મર્મજ્ઞ વિદ્વાનું અને જૈન આગમશાસ્ત્રના વિશિષ્ટ જ્ઞાતા અને સંપાદન-કાર્યના આરૂઢ વિદ્વાન્ પૂ. મુનિ જંબૂવિજયજીએ આ ગ્રંથનું સંપાદન ખૂબ જ ચીવટપૂર્વક કર્યું છે. વિસ્તૃત પ્રસ્તાવના અને ઉપયોગી પરિશિષ્ટોથી ગ્રંથની મહત્તા વધારી છે. આવા ઉત્તમ કાર્ય માટે સંસ્થા તેમની ઋણી છે. અનેકાનેક કાર્યની વ્યસ્તતા વચ્ચે પણ પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કાર્ય પૂર્ણ કરી પ્રકાશન માટે તૈયાર કરી આપ્યો છે તે માટે અમે પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ.
ભારતીય દર્શનના જિજ્ઞાસુઓને અને વિશેષ કરીને જૈન દર્શનના અભ્યાસુઓને આ ગ્રંથ ઉપયોગી નીવડશે તેવી આશા છે.
અમદાવાદ; ૨૦૦૧
જિતેન્દ્ર બી. શાહ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org