________________
१८ ભાવના અભિનેતા પ્રેક્ષકો સમક્ષ મૂર્તિ કરવા માંગતો હોય તે એ પોતે અનુભવ્યા સિવાય રહી શકે જ નહીં, “જેમ વેશ્યા બીજાને પ્રસન્ન કરવા જતાં પોતે પણ આનંદનો અનુભવ કરે છે તેમ.” રામચન્દ્રનો નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કેટલો તલસ્પર્શી અને મૌલિક હતો તે આ ઉપરથી જોઈ શકાશે. લૌકિક વિષયોને લગતાં સંખ્યાબંધ નાટકોના પ્રણેતા તરીકે નાટ્ય અને અભિનયનાં વિવિધ અંગોને વ્યવહારુ દૃષ્ટિએ અવલોકવાનો તેમને સારો અવકાશ મળ્યો હશે, પણ પૂર્વકાલીન પરંપરાઓથી જકડાયેલા યુગમાં વ્યવહારુ સત્યો પર ઘડાયેલાં વિધાનોને પાંડિત્યના ક્ષેત્રમાં છુટાં મૂકવાનું સાહસ કરવું એ કંઈ સામાન્ય વાત નહોતી.
પ્રબન્ધશતકર્તી’ રામચન્દ્રને “પ્રબન્ધશતકર્ત' નામથી ઓળખવામાં આવે છે. તેમણે એ વિશેષણ પોતાને માટે પોતાની કૃતિઓમાં વાપર્યું છે.
પં. લાલચંદ્ર ગાંધી માને છે કે તેમણે કુલ સો પ્રબન્ધો લખેલા હોવા જોઈએ કે જેમાંના ઘણાખરા આજે પ્રાપ્ત થતા નથી. બીજો મત એવો છે કે “પ્રબન્ધશત' એ શબ્દ રામચન્દ્ર રચેલા પ્રબન્ધોની સંખ્યાનો વાચક નથી, પરંતુ એ નામનો ગ્રન્થ જ એમણે રચ્યો હોવો જોઈએ. શ્રી જિનવિજયજીએ અલંકાર, કાવ્ય, નાટક, વગેરે વિષયના ગ્રન્થોની એક પ્રાચીન યાદી પ્રસિદ્ધ કરેલી છે. અનુમાન થઈ શકે છે તેમ, એ યાદી કોઈને પુસ્તક સંગ્રહની હોવી જોઈએ. એમાં એક સ્થળે પં. રામચંદ્રવૃતં પ્રવર્ધશતં કાશિકનારાસ્પિક્વજ્ઞાપ (રત્નોસંધ્ય) ૧૦૦૦ આ પ્રમાણે ઉલ્લેખ છે. શ્રી જિનવિજયજી માને છે કે હેમચન્દ્ર “કાવ્યાનુશાસન'માં જે બાર વસ્તુઓ રૂપક તરીકે જણાવી છે તે રૂપકના તથા નાટક આદિના સ્વરૂપ પર આમાં વિસ્તૃત રૂપમાં અને પ્રમાણરૂપમાં વિવેચન કરવામાં આવ્યું હશે. એમાં જણાવ્યા મુજબ, ગ્રન્થ ૫000 શ્લોક પ્રમાણનો છે. એકલા રૂપકની જ ચર્ચા કરતો આટલો મોટો ગ્રન્થ સંસ્કૃત સાહિત્યમાં બીજો કોઈ નથી. ધનંજયે પોતાના દશરૂપક' ગ્રન્થમાં દશ રૂપકો ગણાવ્યાં છે; બાર રૂપકોની ચર્ચા કરતો રામચન્દ્રનો પ્રસ્તુત ગ્રન્થ જો મળી આવે તો આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળે એ ચોક્કસ છે. “પ્રબન્ધશત’ શબ્દ ગ્રન્થોની સંખ્યાનો વાચક નથી, પરંતુ વિશિષ્ટ ગ્રન્થનું નામ હોવું જોઈએ, એમ આ પ્રમાણ ઉપરથી લગભગ ચોક્કસપણે કહી શકાય. કૌમુદીમિત્રાણંદ અને નિર્ભયભીમવ્યાયોગ' કે જેની પ્રસ્તાવનામાં રામચન્દ્ર પોતે પ્રબન્ધશત લખ્યા હોવાનું જાહેર કરે છે તે લખાયાં તે વખતે રામચન્દ્ર સો પ્રબન્ધો પૂરા લખ્યા હશે એમ માનવું તે કરતાં એ નામનો ગ્રન્થ લખ્યો હશે એમ માનવું વધારે સયુક્તિક છે.
१. श्रीमदाचार्यहेमचन्द्रशिष्यस्य प्रबन्धशतकर्तुर्महाकवे रामचन्द्रस्य भूयांसः प्रबन्धाः ।
– “નિર્ભયભીમવ્યાયોગ' : પ્રસ્તાવના. श्रीमदाचार्यहेमचन्द्रस्य शिष्येण प्रबन्धशतविधाननिष्णातबुद्धिना नाट्यलक्षणनिर्माणपातावगाढसाहित्यांभोधिना विशीर्णकाव्यनिर्माणतन्द्रेण · श्रीमता रामचन्द्रेण विरचितं.... द्वितीयं रूपकम् ।
-- “કૌમુદીમિત્રાણંદ : પ્રસ્તાવના. ૨. “પુરાતત્વ' (ત્રમાસિક) પુ.૨,પૃ.૪૨૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org