________________
પ્રસ્તાવના
ગ્રંથનું સ્વરૂપ -
अनन्तवेद्यपि ज्योतिर्यस्य सङ्ख्यातवेदिताम् । गमितं पञ्चभिर्द्रव्यैर्नमस्तस्मै परात्मने ॥१॥ मृगोऽपि वन्द्यतां याति मृगलाञ्छनमाश्रितः । स्वगुरून्नीतसूत्रस्य व्याख्यामिति वितन्वहे ॥२॥
દ્રવ્યાલંકારના મૂળના પ્રારંભમાં જ આ રીતે આ.મ.શ્રી રામચંદ્ર તથા ગુણચંદ્ર જણાવેલું છે કે “અમારા ગુરૂમહારાજે ઉન્નીત કરેલા (= સૂચવેલા કે સમજાવેલા) સૂત્રની વ્યાખ્યા અમે કરીએ છીએ.’ અહીં બીજું કોઈ સૂત્ર તો મળતું નથી. એટલે સ્વગુત્રીતસૂત્રી શબ્દથી પોતાના ગુરૂમહારાજશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે સૂચવેલા કે સમજાવેલા સૂત્રની' એવો અર્થ સમજાય છે. દ્રવ્યાલંકારટીકામાં પૃ.૧૬ પં. ૧૯, પૃ.૩૧ ૫.૧૧, પૃ.૮૯ ૫.૧૧ માં દ્રવ્યાલંકારના પાઠ માટે વાર્તિક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. એટલે સંપૂર્ણ દ્રવ્યાલંકાર ગ્રંથને તેઓ વાર્તિક રૂપે જ ગાણે છે કે અમુક ભાગને વાર્તિ રૂપે અને અમુક ભાગને સૂત્ર રૂપે ગણે છે એ સ્પષ્ટ સમજાતું નથી. અમે મૂળનો દ્રવ્યાલંકારમૂળ તરીકે અને ટીકાનો વ્યાલંકારટીકા તરીકે ઉલ્લેખ સામાન્ય રૂપે કર્યો છે.
આ.મ.શ્રી રામચંદ્ર તથા ગુણચંદ્ર મૂળગ્રંથની રચના સૂત્રાત્મક શૈલીથી કરેલી છે. અને તેના ઉપર તેમણે સ્વપજ્ઞવૃત્તિ રચી છે. મૂળ એવી સંક્ષિપ્ત પદ્ધતિથી રચેલું છે કે ટીકા વિના એનો સ્પષ્ટ અર્થ ઘણીવાર સમજાતો જ નથી. કયા કયા શબ્દોની અનુવૃત્તિ લેવાની છે તથા ક્યાં સુધી લેવાની છે તે પણ ઘણીવાર સ્પષ્ટ સમજાતું નથી. એટલે મૂળને સમજવા માટે ટીકા અતિઆવશ્યક છે. સ્વોપજ્ઞ ટીકાની રચના વિક્રમસંવત્ ૧૨૦૨ માં પૂર્ણ થયેલી છે. કારણ કે ગ્રંથના છેલ્લા પૃષ્ઠમાં સંવત્ ૧૨૦૨ સહનોન સિgિ એવું સ્પષ્ટ લખેલું છે, તે પછી અક્ષરો તાડપત્રમાં તૂટી ગયેલા છે.
ગ્રંથકર્તાનું સ્વર્ગગમન વિક્રમસંવત્ ૧૨૩૦ માં થયેલું છે. એટલે ગ્રંથની રચના પછી લગભગ ૨૭ વર્ષ સુધી ગ્રંથકાર જીવંત હતા. તેમના જીવનકાળ દરમ્યાન કે તેમના સ્વર્ગવાસ પછી આ ટીકાની કોઈ નકલ (કોપી) થઈ હતી કે કેમ તે જાણવા મળતું નથી. કારણ કે ઘણી ઘણી તપાસ કરવા છતાં, ભારત કે ભારત બહાર આની કોઈ પણ પ્રતિ જોવામાં કે સાંભળવામાં આવી નથી. આગમપ્રભાકર પૂ.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે આ અંગે ઘણી ઘણી તપાસ કરી-કરાવી હતી. તેમના સ્વર્ગવાસ પછી મેં પણ ઘણી તપાસ કરી-કરાવી, પરંતુ જેસલમેરમાં વિદ્યમાન સં.૧૨૦૨ માં લખાયેલી દ્રવ્યાલંકારટીકાની તાડપત્રીય પ્રતિ સિવાય, બીજી કોઈ પણ પ્રતિ અમને ક્યાંય પણ મળી નથી. જેસલમેરમાં જે પ્રતિ મળી છે તે પણ બીજા -ત્રીજા પ્રકાશની જ મળી છે. પહેલા પ્રકાશની પ્રતિ ક્યાં ગઈ ? કોઈ ગુપ્ત સ્થાનમાં છે કે પછી નષ્ટ થઈ ગઈ છે એની કંઈ પણ ખબર પડતી નથી. વળી કયા વર્ષ સુધી તે વિદ્યમાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org