________________
श्रीसिद्धाचलमण्डन श्री ऋषभदेवस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । श्री चिन्तामणिपार्श्वनाथाय नमः ।
श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यदेवश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादाचार्यदेवश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादगुरुदेवमुनिराजश्री भुवनविजयजीपादपद्येभ्यो नमः ।
પ્રસ્તાવના
પરમાહતકુમારપાલભૂપાલપ્રતિબોધક કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટશિષ્ય આચાર્યશ્રી રામચંદ્ર તથા ગુણચંદ્દે મળીને રચેલા સ્વપજ્ઞટીકા સહિત દ્રવ્યાલંકાર ગ્રંથના બીજા તથા ત્રીજા પ્રકાશને વિશ્વમાં એકમાત્ર વિદ્યમાન તાડપત્ર ઉપર લખેલી દ્રવ્યાલંકારની ટીકાની પ્રતિને આધારે, તથા મૂળમાત્ર દ્રવ્યાલંકારના ત્રણેય પ્રકાશોને કાગળ ઉપર લખેલી ત્રણ પ્રતિઓને આધારે સંશોધિત-સંપાદિત કરીને પરમકૃપાળુ અરિહંત પરમાત્માની પરમકૃપાથી તથા મારા અનંત ઉપકારી સદ્ગુરૂદેવ તથા (સંસારી) પિતાશ્રી પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી દર્શનશાસ્ત્રપ્રેમી જગત સમક્ષ રજુ કરતાં આજે મને અપાર આનંદનો અનુભવ થાય છે.
રામચંદ્રસૂરિમહારાજના જીવન-કવનનું સંક્ષિપ્ત વૃત્તાંત –
ગુજરાતના ઈતિહાસમાં ઉત્તર ગુજરાતમાં આવેલ અણહિલપુર (પાટણ) ના સોલંકીઓનો સોલંકીયુગ વિઘાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, કલાક્ષેત્રે, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિખ્યાત છે. સિદ્ધરાજ જયસિંહના અને મહારાજા કુમારપાલના શાસન દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ સુવાર્યશિખરે પહોંચી હતી.
આ સુવર્ણયુગમાં અનેકવિધાસંપન્ન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આદિ અનેક અનેક મહાપુરુષો સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલની રાજસભાને શોભાવતા હતા. શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્વાન શિષ્યગણમાં રામચંદ્રસૂરિ એક તેજસ્વી શિષ્ય હતા અને શિષ્યગણમાં આગવું સ્થાન શોભાવતા હતા. તેઓ તેમના પટ્ટધર શિષ્ય હતા. તેમણે અનેક નાટ્ય કૃતિઓ રચી છે. તેઓ શીઘ્રકવિ હતા. એમની કવિત્વ શકિત જોઈને મહારાજા સિદ્ધરાજે એમને વિટામણું બિરૂદ આપ્યું હતું. સમસ્યાપૂર્તિ ઉપર પણ તેમનું સારું એવું પ્રભુત્વ હતું. તેઓ સ્વાતંત્ર્યના ચાહક અને હિમાયતી હતા.
તેમના સહાધ્યાયીઓ અને સાથીઓમાં ગુણચંદ્રસૂરિ, મહેન્દ્રસૂરિ વગેરેનો ઉલ્લેખ કરી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org