________________
ઉત્તરાધ્યયન એક આગમગ્રંથ !!
અનંતકાળચક્ર છે, દરેક કાળચક્રમાં ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ હોય છે. તેમાં ત્રીજા અને ચોથા આરામાં તારક શ્રીતીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થઈને સર્વવિરતિધર્મ અંગીકાર કરીને કેવલજ્ઞાનને પામીને શાસનની સ્થાપના કરે છે અને શાસનની સ્થાપના કરતી વખતે “૩પ વા', વિલામેટ્ટ વા, ધુફ વા' આ ત્રિપદી દ્વારા પરમાત્મા જે અર્થથી દેશના આપે છે, તેને ગણધરભગવંતો સૂત્રમાં ગૂંથે છે, એ આગમ તરીકે પ્રસિદ્ધ થાય છે.
આ આગમગ્રંથોમાં પ્રથમ ગ્રંથ “ઉત્તરાધ્યયન” છે. આ ગ્રંથ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોને આરાધનામય સંયમજીવન જીવવા માટે અત્યંત ઉપયોગી ગ્રંથ છે.
ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પૂર્વના મહર્ષિઓએ ઘણી ટીકાઓ રચી છે, તેમાંથી આ અંચલગચ્છીય પરમપૂજ્ય આચાર્ય ભગવંત મેરૂતુંગસૂરિ મહારાજના શિષ્યરત્ન પરમપૂજય આચાર્યભગવંત જયકીર્તિસૂરિમહારાજરચિત “દીપિકા ટીકા છે. આ “દીપિકા' ટીકા સરળ, સુબોધ અને તાત્ત્વિકભાવગર્ભિત છે. આમાં કથાનકો સંક્ષિપ્તમાં સંસ્કૃત ગદ્યભાષામાં છે, જેથી પ્રારંભિક સંસ્કૃતનો અભ્યાસ કરનારા પણ આ ટીકા સરળતાથી વાંચી શકે તેમ છે. આ “દીપિકા' ટીકા સહિત ઉત્તરાધ્યાયા' પ્રતાકારે વિ.સં. ૧૯૬૬, ઈ.સ. ૧૯૦૯માં પંડિત હીરાલાલ હંસરાજે - જામનગરથી પ્રકાશિત કરેલ. આજથી લગભગ ૧૦૦ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ આ પ્રત અમને કોબા શ્રીકૈલાસસાગરજ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થઈ અને તે પ્રતની હાલત અત્યંત જીર્ણ-શીર્ણ થયેલી જોતાં થયું કે, પૂર્વના મહાપુરુષે આ ઉત્તરાધ્યયન' આગમગ્રંથ ઉપર “દીપિકા' ટીકાની રચના કરેલ છે, એ મહાપુરુષની જેમ ટીકા રચવાનું તો સામર્થ્ય નથી પરંતુ એ મહાપુરુષ દ્વારા રચિત આ શ્રુતનો વારસો બીજા ૬૦-૭૦ વર્ષો સુધી જળવાઈ રહે એ ભાવનાથી મેં પોતાની નાદુરસ્ત તબીયતમાં પણ સતત હૃતોપાસનામાં લીન રહેતાં સાધ્વીશ્રીચંદનબાલાશ્રીને શુભપ્રેરણા કરી અને મૃતોપાસિકા સાધ્વીશ્રીચંદનબાલાશ્રીએ મારી શુભપ્રેરણાને સહર્ષ ઝીલીને આ નવીનસંસ્કરણના સંપાદકનું
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org