________________
તે હેતુથી અમારા ઉપકારી પરમપૂજય સુવિશાલગચ્છાપતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજય આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસ શ્રીવજસેનવિજયજી મહારાજની શુભપ્રેરણાથી પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી તથા પ્રશાંતમૂર્તિ પ્રવર્તિની પૂજ્યસાધ્વીવર્ય શ્રી રોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજી મહારાજે “દીપિકા'ટીકાસહિત ઉત્તરાધ્યાયાઃ ભાગ ૧-૨ના નવીનસંસ્કરણનું સંપાદન કરેલ છે અને અમારી સંસ્થાને તેના પ્રકાશનનો લાભ આપેલ છે, તે બદલ અમારી સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
“દીપિકા ટીકા સહિત ઉત્તરાધ્યાયાઃ ભાગ ૧-૨ના આ નવીન સંસ્કરણને પ્રકાશિત કરવા માટે પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી પરમપૂજ્ય હાલારના હીરલા આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુંદકુંદસૂરિમહારાજના શિષ્યરત્ન વદ્ધમાનતપોનિધિ પરમપૂજય ગણિવર્યશ્રીનયભદ્રવિજયજી મહારાજે ડીસા જૈન શ્વેતાંબરમૂર્તિપૂજક સંઘને પ્રેરણા કરતાં ડીસા શ્રીસંઘતરફથી આ બંને ભાગના પ્રકાશનકાર્ય માટે સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે, તે બદલ અમે પૂજ્ય ગણિવર્યશ્રીનો તથા ડીસા શ્રીસંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અમે આ તકે વૃત્તિકાર પૂજય આચાર્યભગવંતશ્રીનો, પૂર્વે આ “દીપિકા'વૃત્તિ સહિત ઉત્તરાધ્યયન ગ્રંથ પ્રતાકારે પ્રકાશિત કરનાર પંડિત હીરાલાલ હંસરાજનો કોબા કૈલાસસાગર જ્ઞાનભંડારના ટ્રસ્ટીઓનો તથા નવીનસંસ્કરણના સંપાદિકા સાધ્વી ભગવંતશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિગ્રાફિક્સના અખિલેશ મિશ્રાએ સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સના તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ.
પ્રાંતે આ ગ્રંથના વાંચન-મનન અને નિદિધ્યાસન દ્વારા આપણા આત્માને જાગૃત કરીને પરમપદને પામનારા બનીએ !!
– પ્રકાશક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org