________________
२५
એમ વિચારતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. અને પૂર્વજન્મમાં લીધેલું સંયમ યાદ આવ્યું, તેથી વૈષયિક સુખોથી વિરક્ત બનેલા મૃગાપુત્રે માતા પિતા પાસે સંયમ માટે રજા માગી.
સર ળિā મજુરું સુડ્ડા
મસીસથવાથvi યુવતUT માય' [.૨૨/T.૨૩) હે માતા પિતા ! આ શરીર અનિત્ય છે. અપવિત્ર એવા શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થનારું છે. આ શરીરમાં જીવનો નિવાસ પણ અનિત્ય છે. આ શરીર જન્મ-જરા-મૃત્યુજવરાદિ રોગોનું સ્થાન તેમ જ ધનહાનિ, સ્વજન વિયોગ આદિ ક્લેશોનું સ્થાન છે.
આવી અનેક ચોટદાર દલીલો અને સામે માતા-પિતાનો જવાબ આ બંનેના સંવાદના પ્રસંગો વૈરાગ્ય માટે ઉપયોગી છે.
માતાપિતા પુત્રને સંયમ માટે રજા આપે છે અને તે સંયમ ગ્રહણ કરીને કેવું ઉત્કૃષ્ટ સાધુજીવનનું પાલન કરે છે તેનું વર્ણન વાંચીને જીવનને દઢ બનાવવાની જરૂર છે.
વં શનિ સંબુદ્ધ, પડિયા વિવિ+વા..
વિવિઠ્ઠતિ મોજુ, પિસાપુત્તે નદી મિલી' I [.૨૧/T.૨૭] આ રીતે મૃગાપુત્ર મહાત્માનું ઉદાહરણ લઈને બુદ્ધિશાળી પંડિત વિચક્ષણ ઉત્તમ આત્માઓ ધર્મની સત્યવૃત્તિ કરે છે અને ભોગથી પાછાં વળે છે.
આ પ્રથમ ભાગમાં ઓગણીસ અધ્યયનનું ભાષાંતર હોવાથી ૧૯ અધ્યયનનો ટૂંક સાર આપ્યો છે. બાકી તો આ આગમ ગ્રંથ આત્મસાધનામાં, આત્મદર્શનમાં આગળ વધવા માટે આત્માને અત્યંત ઉપકારક ગ્રંથ છે.
- દીપિકા' ટીકામાં આવતા પદાર્થોના (૧થી ૩૬ અધ્યાયોનો) વિસ્તૃત વિષય દિગ્દર્શન આ પ્રથમવિભાગમાં આપવામાં આવેલ હોવાથી આ “દીપિકા ટીકાના પદાર્થોની જાણકારી વાચકવર્ગને સારી રીતે થઈ શકે તેમ છે. ઉપકારસ્મૃતિ –
પરમપૂજય, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મયોગી પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજય હાલારના હીરલા આચાર્યભગવંત શ્રીકુંદકુંદસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજની પ્રેરણાથી પરમપૂજય આચાર્યભગવંત જયકીર્તિસૂરીશ્વરજી મહારાજરચિત આ “દીપિકા' ટીકાના નવીનસંસ્કરણ સંપાદન કરવાનું સભાગ્ય મને સાંપડ્યું તે મારું પરમસદ્ભાગ્ય સમજુ છું અને તે બદલ ઉપકારી પૂ.પંન્યાસજીમહારાજની ખૂબ ખૂબ ઋણી છું. તેમ આ ગ્રંથ પ્રકાશિત કરવા માટે તેઓશ્રીના
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org