________________
२३
સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ' એવું ચિંતવનારા-દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધનામાં લીન બની બાહ્ય અને અત્યંતર સર્વ પરિગ્રહથી રહિત અલ્પકષાયવાળા હોય છે તે સાધુ ભિક્ષુ કહેવાય છે.
આ સાધુતાનો આદર્શ વર્તમાનમાં અત્યંત જરૂરી છે માટે આ અધ્યયનના પદાર્થોનો દરરોજ સ્વાધ્યાય કરવા જેવો છે અર્થાત્ સ્વાધ્યાય કરવો જરૂરી છે.
૧૬. બ્રહ્મચર્યગુપ્તિ અધ્યયન : સૂત્ર-૧૦ ગાથા-૧૭
બ્રહ્મચર્ય એ સાધુતાનો પ્રાણ છે. બ્રહ્મચર્યથી આશ્રવનો નિરોધ, સંવરનું ગ્રહણ, મનવચન-કાયાની ગુપ્તિનું પાલન, અપ્રમત્તતા, ઇન્દ્રિયવિજેતા, સમાધિપ્રાપ્તિ આદિ ગુણો પ્રગટે છે.
આ અધ્યયનમાં બ્રહ્મચર્યની સમાધિના દશ સ્થાનો બતાવ્યા છે.
૧. સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રહેવું.
૨. એકલી સ્ત્રીઓની પાસે કથા વાતો કરવી નહિ અથવા સ્ત્રી સંબંધી કથા કહેવી નહિ.
૩. સ્ત્રી સાથે એક આસને બેસવું નહી.
૪. સ્ત્રીના અંગોપાંગને ધારી ધારીને જોવા નહી.
૫. ભીંતના આંતરે રહીને ગુપ્તવાતો સાંભળવી નહી.
૬. પૂર્વક્રીડાને યાદ કરવી નહી.
૭. માદક-અતિવિગઈવાળો આહાર કરવો નહી.
૮. અતિમાત્રાએ (અધિક પ્રમાણ) આહાર કરવો નહી.
૯. શરીરની વિભૂષા કરવી નહી.
૧૦. શબ્દાદિ વિષયોમાં અનુરાગવાળા બનવું નહી.
આ દશ સ્થાનોનું વિસ્તારથી વર્ણન કરીને બ્રહ્મચર્યમાં દઢતા કેળવવાનો સુંદર ઉપદેશ આ અધ્યયનમાં આપેલ છે.
૧૭. પાપશ્રમણીય અધ્યયન : ગાથા-૨૧
જે સાધુ પાપસ્થાનકોનું પાલન કરે છે તે પાપશ્રમણ કહેવાય છે. જે સાધુ ઝગડો કરે, દશ પ્રકારના યતિધર્મનું પાલન ન કરે, નિદ્રા કરવામાં રક્ત રહે, વડીલો-આચાર્ય આદિની વૈયાવચ્ચ ન કરે, એકેન્દ્રિય આદિ જીવોની વિરાધનામાં પ્રવર્તે, યથાવિધિ પડિલેહણ આદિ ક્રિયા ન કરે તથા ઇર્યાસમિતિનું પાલન ન કરે, ક્રોધ આદિ કષાયોનો ત્યાગ ન કરે, ગુરુના
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org