________________
१३
પાકિસૂત્રમાં કહ્યું છે કે,
नमोऽत्थु ते सिद्ध-बुद्ध-मुत्त-नीरय-निस्संग-माणमुरण-गुणरयणसागरमणन्तमप्पमेय । नमोऽत्थु ते महइमहावीरवद्धमाणसामिस्स । नमोऽत्थु ते भगवओ तिकट्ट ॥ - पाक्षिकसूत्रम्
– સિદ્ધ (કૃતાર્થ), બુદ્ધ, યુક્ત, નિરજ (રજહીનકર્મરહિત), નિઃસંગ, માનને દળી નાંખનાર, ગુણરત્નના સાગર તથા અનંત, અપ્રમેય એવા આપને નમસ્કાર હો ! મહતમોક્ષમાં જનાર એવા આપ મહાવીર વર્ધમાન સ્વામીને નમસ્કાર હો ! આપ ભગવંતને ત્રણ વાર નમસ્કાર હો !
नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं छव्विहभावस्सयं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं उक्कालियं भगवन्तं । नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं कालियं भगवन्तं । - पाक्षिकसूत्रम्
– જેમણે આ ભગવત-દ્વાદશાંગગણિપિટક સૂત્રાર્થથી વાંચ્યું-વિરચ્યું તે ક્ષમાશ્રમણો ક્ષમાદિગુણપ્રધાન મહાતપસ્વી સ્વગુરુ તીર્થંકર-ગણધરાદિને) નમસ્કાર.
– જેમણે આ ભગવ-પવિધ આવશ્યકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર, – જેમણે આ ભગવતુ અંગબાહ્ય કાલિકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર. – જેમણે આ ભગવત્ અંગબાહ્ય ઉત્કાલિકની વાચના કરી તે ક્ષમાશ્રમણોને નમસ્કાર.
ઉત્તરઝયણાણિ-ઉત્તરાધ્યયનસૂત્ર જૈન આગમોમાં પ્રથમ મૂલસૂત્ર છે. ઉત્તરાધ્યયનસૂત્રના ટીકાગ્રંથો પરથી જાણી શકાય છે કે, પરમાત્મા મહાવીરદેવે પોતાના અંતિમ ચાતુર્માસમાં અપાપાપુરીમાં સોળ પ્રહરની છેલ્લી ધર્મદેશના આપી, તેમાં જે વણપૂક્યા છત્રીસ પ્રશ્નોનાં ઉત્તર આપ્યા, તેનો આ ગ્રંથમાં સંગ્રહ હોવાથી આ ગ્રંથનું નામ ઉત્તરાધ્યયન પડ્યું.
નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામીમહારાજ આ ઉત્તરાધ્યયનસૂત્રનું માહાભ્ય બતાવતા કહે છે કે, જે સમ્યગ્દર્શનાદિ ગુણયોગ્ય ભિન્નગ્રંથિવાળા આસન્નસિદ્ધિક ભવ્યજીવો છે તે જ આ છત્રીશ ઉત્તરાધ્યયનો ભણે છે. તેથી ઋતજિન વગેરે વડે કહેવાયેલા અનંતગમ
૨. “રૂ પાડરે વૃદ્ધ નાયણ પરિનિવ્વર I
छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंमए" ॥ - उत्तरा० ३६ । गा० २६८
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org