________________
સંપાદકીય
अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तेइ ॥
[ શ્રીમદ્રવાદુવામી - બાવનિnિ T૦ ૨૨] – અહતો અર્થ (માત્ર) કહે છે, (નહિ કે દ્વાદશાંગરૂપ સૂત્ર) (અને) ગણધરો સૂત્ર (દ્વાદશાંગરૂપ) નિપુણ (એટલે સૂક્ષ્માર્થ પ્રરૂપક બહુ અર્થવાળું) અથવા નિગુણ (એટલે નિયત-પ્રમાણનિશ્ચિતગુણોવાળું) ગૂંથે છે, તેથી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે.
[મલધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત વિશેષાવશ્યકભાષ્ય] પરમપૂજય આચાર્યભગવંત શ્રીઉદયસિંહમહારાજ ધર્મવિધિવૃત્તિ(૧૨૮૬)માં મંગલાચરણ કરતાં કહે છે–
सा जीयाज्जैनी गौः सद्धर्मोलकृतिर्नवरसाढ्या ।
त्रिपदान्वितयापि यया भुवनत्रयगोचरोऽव्यापि ॥ – સદ્ધર્મને અલંકૃત કરનારી, નવરસથી સમૃદ્ધ એવી જૈન ગો(વાણી, ગાય) કે જે ત્રણ પદ (ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એ ત્રણ પદ)થી યુક્ત છતાં (એને ત્રણ પદપગલાં છતાં) ત્રણે જગતમાં વ્યાપ્ત થઈ તે જય પામો. મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ ધર્મોપદેશમાલાનું મંગલાચરણ કરતાં કહે છે–
वन्दे पादद्वितयं भक्त्या श्रीगौतमादिसूरीणां । निःशेषशास्त्रगङ्गाप्रवाहहिमवगिरिनिभानां ॥
૧. સંપાદકીય આ લખાણમાં જૈનબૃહસાહિત્યનો ઇતિહાસ ભાગ-૩ ગુજરાતી આવૃત્તિ,
જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવી આવૃત્તિ અને અંચલગચ્છદિગ્દર્શનમાંથી અમુક લખાણ સાભાર ઉદ્ધત કરી સંકલિત કરેલ છે. તથા ભદ્રંકર પ્રકાશનથી પ્રકાશિત ઉત્તરાધ્યયનસૂત્ર ભાષાંતરની આવૃત્તિમાંથી અધ્યયનોનો ટુંક સાર સાભાર લીધેલ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org