SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનશાસન શિરતાજ, સંઘ સન્માર્ગદર્શક, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ-આઠ દાયકા સુધી પ્રવચન ગંગાનું વહેણ વહેવડાવી ભારતભરના ભવ્યોને જિનાજ્ઞા-મર્મનું મહાપ્રદાન કર્યું હતું. તેના મૂળમાં તેઓશ્રીમદે આજીવન કરેલી આગમાદિ શ્રુતની અપ્રમત્ત ઉપાસના હતી, તેઓશ્રીમદની કૃતસિદ્ધિ અને શ્રુતવિનિયોગની હાર્દિક અનુમોદનાના બીજરૂપ તેઓશ્રીમદુની પુણ્યસ્મૃતિને અવિસ્મરણીય બનાવવા કાજે અમોએ તેઓશ્રીમદ્ભા મંત્રતુલ્ય નામ સાથે સંકળાયેલ ‘પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા' પ્રકાશિત કરવાનો શુભ નિર્ણય કર્યો હતો. તેઓશ્રીમના પટ્ટાલંકાર, આજીવનગુરુચરણસેવી, સુવિશાલ ગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી આ શ્રેણીમાં અમો ઠીક-ઠીક આગળ વધી શક્યા હતા. વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા અને તેઓશ્રીના શિષ્યપ્રવર પ્રવચન-પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને પામી વિવિધ શ્રુત-સેવી મુનિવરો આદિ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ વિષયના પ્રતાકાર તેમજ પુસ્તકાકાર અનેક ગ્રંથો છપાયા બાદ આ જ શ્રેણીના ૨૬માં પુષ્પ તરીકે “સંમતિતર્કપ્રકરણમ્ ભાગ-૨' ગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમને સવિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે. આ પરમ યોગીશ્વરશ્રી અરિહંતપ્રભુ અને તેમના આજ્ઞાશાસનના વર્તતા પ્રત્યેક સૂરિ-વાચક-સાધુવંદના અનુગ્રહ તેમજ શાસનદેવોની શુભ સહાયથી સમ્યગ્દર્શનને નિર્મળ કરનારા આવા વધુને વધુ દાર્શનિક ગ્રંથોના પ્રકાશનમાં અમે નિમિત્તરૂપ બનીએ એવી ભાવના ભાવવા સાથે સહુ કોઈ અધિકારી બની વા શ્રુતરત્નોના અભ્યસન દ્વારા પરમાત્મા શ્રી અરિહંત દેવોના યોગસામ્રાજ્યના સ્વામી બની શાશ્વત સુખરૂપ મોક્ષને પામે એ જ શુભકામના. - જન્મા પ્રકાશન Jain Education International 201
SR No.002564
Book TitleSammatitarka Prakaranam Part 2
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy