________________
ગુરુદેવનું જીવન ચરિત્ર
સ્વરૂપાનુસંધાન, સંયમરતિ, મોક્ષની તાલાવેલી આદિમાં તેઓ અગ્રેસર બન્યા. આવી ગણાવલી તેઓમાં સહજ રીતે આત્મસ્થ બની.
એમણે સંસ્કૃતનો ય અભ્યાસ કર્યો. અનેક મુમુક્ષુઓ અને મુનિવરોને ભણાવતાં-ભણાવતાં જાતે ય ભણવાનો પુરુષાર્થ કરતા. પરિણામે સંસ્કૃત બુકો થયા બાદ અઢળક ગ્રંથો તેમણે વાંચી લીધાં. પૂ. ગુરુદેવ જીવ્યા ત્યાં સુધી એમનો પડછાયો બનીને જીવ્યા. ૨૪ વર્ષ સુધી અખંડ ગુરુકુળવાસ સેવી અપાર નિર્જરા કરી. વિ.સં. ૨૦૪૭માં અષાઢ વદ ૧૪ના પૂ. ગુરુદેવના પરમસમાધિમય કાળધર્મથી તેઓ ભાંગી પડ્યા હતા. ગુણાનુવાદ સભામાં રડી પડ્યા હતા. ગુરુવિરહ ખમવો એમના માટે આસાન ન હતું. એમણે તપસ્વી સમ્રાટ પૂ.આ.શ્રી રાજતિલકસૂરિજી મહારાજ અને પોતાના વડીલ ગુરુબંધુ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરિજી મહારાજાનું સાંનિધ્ય જાળવી મનને મનાવ્યું. પૂ. ગુરુદેવના વિરહમાં પૂ. ગુરુદેવના પ્રવચન પુસ્તકોનું આલંબન લઈ મનને વાળ્યું. અનેકવાર એકનું એક પુસ્તક વાંચ્યું. એમને જાણે પોતાના ખોવાયેલા ગુરુદેવ એ પુસ્તકોના પાને મળી ગયા. એમનો રોજનો ક્રમ બની ગયો. પ્રકાશનું પહેલું કિરણ આવે કે હાથમાં પ્રવચન પુસ્તકની સ્થાપના થતી અને સાંજના અંતિમ કિરણે એ પુસ્તક બાજુ પર મુકાતું. પૂ. ગુરુદેવને એમણે જેટલાં વાંચ્યા હશે તેટલાં શાયદ કોઈએ નહિ વાંચ્યા હોય !
પૂ. ગુરુદેવે શાસનના અનેકાનેક કાર્યોની જવાબદારી પુત્રમુનિ પર નાંખેલી. પૂ.મુ. શ્રી કીર્તિયશવિજયજી મહારાજ હવે રોજિદાં પ્રવચનો પણ કરતા; પૂ. ગુરુદેવની અત્યંતર પર્ષદામાં બિરાજી શાસનના કાયોમાં મસલત પણ કરતા, સંમેલનના વિરોધની સભાઓમાં પૂ. ગુરુદેવે હુકમના પત્તારૂપે એમને પ્રવચનો કરવાની જવાબદારી સોંપેલી. પૂ.મુ.શ્રી ગુણયશવિજયજી મહારાજ પુત્રમુનિનું રખોપું હતા. એમનું જતન કરતા. અવસરે એમના કામો પાર પાડીને પણ એમને શાસન સેવા માટે નિશ્ચિત રાખતા. પૂ. ગુરુદેવની કૃપા ગંગા બનીને આ બેય પિતા-પુત્ર મુનિવરો પર અવિરત વહેતી હતી.
એમની યોગ્યતા જોઈ સુરતમાં વિ.સં. ૨૦૫૦ની સાલમાં સમુદાયના વડીલ તપસ્વીસમ્રાટુ પૂ.આ.શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાએ એમને ગણિપદથી અલંકૃત કર્યા. પૂ. બાપજી મહારાજાના ભાવવારસદાર બંને સાધકો પૂ. બાપજી મહારાજાની જેમ જ સુરતમાં ગણિપદે આરૂઢ થયા. ગુરુભક્તોએ ત્યારે જિનભક્તિનો મહામહોત્સવ કર્યો હતો.
બંને પિતા-પુત્રના શાસ્ત્રીય માર્ગદર્શનથી એમના સાંસારિક વતન શ્રી ભોરોલતીર્થના શ્રીસંઘે પૂ. ગુરુદેવના આશિષ અને વાસક્ષેપ મેળવીને તીર્થના જિનાલયનો ભવ્યાતિભવ્ય ઉદ્ધાર કર્યો. ચોવીશ જિનાલય બન્યું. એની પ્રતિષ્ઠા પણ પૂ. ગુરુદેવે આપેલા સંકેતાનુસાર વિ.સં. ૨૦૫રમાં નક્કી થઈ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org