________________
28
સામાન્ય ભાવાર્થ સાથેના પુસ્તકનું સંપાદન કરેલ છે, પણ તે અર્થબોધ માટે એટલું પર્યાપ્ત ન જણાયું. તેથી વર્ષો પૂર્વે સંમતિતર્ક ગ્રંથનું વિશિષ્ટ સંપાદન કરવાની મેં ભાવેલી ભાવના પ્રબળ બની હતી. વર્ષો પૂર્વે આ અંગેનું જે કાંઈ સાહિત્ય અને સંશોધનાદિની સામગ્રી એકત્રિત કરી હતી પણ અન્ય કાર્યવ્યસ્તતા વશ કાર્ય થઈ શક્યું ન હતું. છેલ્લે વર્ષ પહેલાં પં. ધીરૂભાઈએ પણ સંમતિતર્ક ગ્રંથ વાંચવા અભ્યાસુઓ પ્રેરાય તે માટે શક્ય સરળ ભાષામાં – પોતાની શૈલીથી ગુજરાતી ભાષામાં વિવેચન તૈયા૨ કર્યું હતું, જે તેમણે મને જોવા માટે મોકલાવ્યું હતું અને તે વખતે ગાથાર્થ - પદાર્થમાં જરૂરી ફેરફારો તેમને સૂચવ્યા હતા. પ્રાયઃ
મુજબ સુધા૨ો ક૨વાનો તેમણે પ્રયત્ન પણ કર્યો હતો. તેમના દ્વારા કરાયેલું એ વિવેચન તપાસતી વખતે વર્ષો પૂર્વે સેવેલી ભાવના પ્રબળ બનતાં કાર્ય શરૂ કર્યું. જેમાં માત્ર મૂળભૂત ગાથાઓને સ૨ળ-સંસ્કૃત ભાષામાં સમજાવે તેવી અક્ષરગમનિકા ટીકા બનાવીને મૂકવાનું પણ નક્કી કર્યું. જે સાધકોએ માત્ર મંડનાત્મક અનેકાંત સિદ્ધાંત સમજવો હોય, ન્યાયશૈલીથી જે અજાણ હોય, વિશિષ્ટ દાર્શનિક બોધની જેમની રુચિ ન હોય, સંક્ષેપમાં ગાથાર્થ-પદાર્થ જેણે જાણવા હોય – તેમના માટે આ નવતર પાર્શ્વપ્રભા ટીકાગ્રંથ ઉપકારક બનશે તેવી આશા રાખું છું.
ગ્રંથ સંપાદન પદ્ધતિ :
સંપાદકીય
પ્રસ્તુત પ્રકાશનમાં અમે ગ્રંથને બે ભાગમાં ૨જૂ કર્યો છે. પ્રથમ ભાગમાં તર્કપંચાનનશ્રીજીની ટીકાના મર્યાદિત ભાગનો સમાવેશ કર્યો છે. ૨૫૦૦૦ શ્લોક પ્રમાણ તર્ક પંચાનનશ્રીજીની ટીકામાં ગાથાના પ્રત્યેક પદોનો અર્થબોધ કરાવી, તદ્ વિષયક વાદ ઉત્થિત ક૨વામાં આવ્યો છે અને તે વાદની સમાપ્તિ બાદ અન્ય પદોનો અર્થબોધ કરાવ્યો છે. જેથી માત્ર ગાથાના પદોનો અર્થબોધ ક૨વાની ભાવનાવાળાને દુરાન્વય થાય છે માટે તર્કપંચાનનશ્રીજીની ટીકામાંથી જ માત્ર મૂળગાથાના પદોના ભાવને સ્પષ્ટ કરતી પંક્તિઓનો સંગ્રહ ક૨ી મૂળસ્પર્શી ટીકા જેવું સ્વરૂપ આ ભાગમાં તૈયાર કર્યું છે. આ સંકલનમાં એક પણ પદ-વાક્ય વગેરે પોતીકું ઉમે૨વામાં આવ્યું નથી. તર્કપંચાનનશ્રીજીના શબ્દોનો જ સંપૂર્ણતયા ઉપયોગ કરાયો છે. આની સાથે જ અન્ય જે પણ ગ્રંથોમાં સંમતિતર્કગ્રંથની ગાથાઓનું ઉદ્ધરણ મળ્યું છે, તે સર્વે સ્થાનોનો અહીં સંગ્રહ કરાયો છે. તે તે ગ્રંથોમાં મુખ્યતયા સઘળે સ્થાને તે તે ગાથાના અર્થ અને પદાર્થને પણ સ્પષ્ટ કરેલ છે. તો ક્યાંક માત્ર દિશાનિર્દેશ તરીકે સાક્ષીપાઠ તરીકે પણ ઉપયોગ થયો છે. તે તે ગ્રંથકારશ્રીઓ જ્યાં જ્યાં સંમતિનો આધાર લઈ તે ગાથાના પદાર્થોને ખોલ્યા છે તે સર્વનો અહીં સંગ્રહ કર્યો છે. તેવા સંગ્રહમાં આગમની ટીકાઓ, સમર્થશાસ્ત્રકારશિરોમણિ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો તથા ટીકાઓ, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ટીકાઓ, વાદિવેતાલ પૂજ્ય આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજાની ટીકાઓ, ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂજ્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાના ગ્રંથો તથા ટીકાઓ, દિગંબર સંપ્રદાયના ગ્રંથો વગેરેમાંથી ઉદ્ધરણ કરી અમે તેનો સમાવેશ કરાયો છે. સવિશેષ જોવા જઈએ તો મહામહોપાધ્યાયશ્રીજીના ગ્રંથોમાં વિશેષ આ ગ્રંથ-ગાથાનો ઉપયોગ
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org