________________
સંપાદકીય
જ તે નય સમ્યક્ત્વ રૂપ બની શકે છે. મૂળનયોની જેમ ઉત્તરનયોમાં પણ આ જ સ્થિતિ છે. જો તે નયોને પરસ્પર નિરપેક્ષ માનો તો સંસારસ્થિતિ-લોકસ્થિતિ પણ ઘટતી નથી કે સુખ-દુ:ખ પણ ઘટતાં નથી, સંસારના કારણભૂત કર્મો પણ ઘટતાં નથી કે તે કર્મોનો બંધ-સ્થિતિ-સ્વભાવ વગેરે પણ ઘટી શકતા નથી. માટે અનેકાંત સિદ્ધાંતથી સાપેક્ષપણે જ દરેક નયને સ્વીકારવામાં સમ્યક્ત્વ છે, અન્યથા મિથ્યાત્વ છે. આ જ વાતો પ્રત્યેક પદ્યમાં તાર્કિક શૈલીથી જણાવવામાં આવી છે, જે ગ્રંથનું અધ્યયન કરતાં જાણી શકાય તેમ છે. ગ્રંથકાર મહર્ષિ અને ગુણગરિમા :
આવા મહાન્ ગ્રંથરત્નના રચયિતા છે શ્રુતકેવલી, વાદિવૃષભ, મહાતાર્કિક, સ્તુતિકાર ભગવંત શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજા. હા, સમર્થ શાસ્ત્રકાર શિરોમણિ સૂરિપુરંદર પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ તેઓ માટે “શ્રુતકેવલી' વિશેષણ વાપર્યું છે. તેઓશ્રીએ આ ગ્રન્થની રચના પ્રાકૃતપદ્યોમાં કરી છે. ભાષા અત્યંત મીઠી અને સરળ હોવા છતાં અર્થથી અત્યંત ગંભીર અને પ્રૌઢ છે.
આ મહાપુરુષનું જીવન આલેખન અનેક ગ્રંથરત્નોમાં પૂર્વના મહાપુરુષોએ કરેલ છે. જેમાં મુખ્યત્વે પૂ.આ.શ્રી ભદ્રેશ્વરસૂરીશ્વરજી રચિત કથાવલી, પૂ.આ.શ્રી પ્રભાચંદ્રસૂરીશ્વરજી રચિત પ્રભાવક ચરિત્ર, પૂ.આ.શ્રી મેરૂતુંગસૂરીશ્વરજી રચિત પ્રબંધચિંતામણિ, પૂ.આ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી કૃત ચતુર્વિશતિપ્રબંધ, પ્રબંધકોશ, પૂ.મુ.શ્રી શુભશીલગણિ રચિત વિક્રમચરિત્ર તથા પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ રચિત પટ્ટાવલી વગેરે ગ્રંથો પ્રખ્યાત છે અને તે તે ગ્રંથોને આધારે અને અન્ય માહિતી વડે વર્તમાનમાં પ્રકાશિત થતા અનેક ગ્રંથોમાં પણ સામાન્યથી, વિશેષથી, ઐતિહાસિક માહિતીપૂર્વક ગ્રંથકારશ્રીજીનું જીવન આલેખાયું છે. સંમતિતર્ક ગ્રંથની પણ જે જે આવૃત્તિઓ અત્યાર સુધી બહાર પડી છે તેમાં પણ પ્રસ્તાવનામાં પૂ.આ.શ્રી દર્શનસૂરીશ્વરજી મ.સા., મુ. શ્રી જયસુંદર વિ.મ.સા. (હાલ આચાર્યશ્રી), ૫. સુખલાલ, પં. ધીરૂભાઈ વગેરેએ પણ ગ્રંથકારશ્રીજીના જીવનપટને પ્રકાશિત કરવા સારી મહેનત કરી છે. માટે આ પ્રકાશનમાં ગ્રંથકારશ્રીજીના જીવનકવનને ન આલેખતાં તે તે ગ્રંથો જોવાની જિજ્ઞાસુઓને સૂચના કરવામાં આવે છે.
ગ્રંથકારશ્રી પ્રકાંડ પંડિત હતા તો સાથોસાથ અતિવિશિષ્ટ કવિત્વશક્તિને પણ ધરાવતા હતા. તેઓશ્રી તર્કસમ્રાટ હતા તો ભક્તહૃદય કવિ પણ હતા. તેઓશ્રી સર્વશાસ્ત્રોના પારંગામી હતા તેમ સમર્થવાદી પણ હતા. ઈતિહાસવિદોના મતે તે વખતના આગમયુગમાં તર્કપ્રધાન વિવરણશૈલી દ્વારા ગ્રંથોની રચના કરનારા શ્વેતાંબર કે દિગંબર પરંપરામાં તેઓ પ્રથમ આચાર્ય હતા. તેમના ઘણા ગ્રંથો કદમાં નાના દેખાતા હોવા છતાં અર્થથી અતિગંભીર છે.
ગ્રંથકારશ્રીજીની ગુણગરિમાનું ગાન કરતાં કેટલાયે મહાપુરુષોએ પોતાના ગ્રંથોમાં તેમના માટે જે વિશેષણો વાપર્યા છે, તે વાંચતાં પણ તે તે મહાપુરુષોના હૃદયમાં ગ્રંથકારશ્રીજીની જ્ઞાન ગરિમા પ્રત્યે કેવો અહોભાવ હતો તે જણાયા વિના રહેતું નથી. સમર્થશાસ્ત્રકાર શિરોમણિ પૂ આ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પંચવસ્તુકગ્રંથમાં જણાવી રહ્યા છે કે,
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org