________________
સંપાદકીય
આગમગ્રંથમાં પ્રસિદ્ધિને પામેલા પંચમાંગ ભગવતીસૂત્રના ૧૨મા શતકના બીજા ઉદ્દેશમાંથી ઉદ્ધરીને આ કૃતિની રચના કરવામાં આવેલ છે. આ કૃતિને સિદ્ધજયન્તીચરિત્ર, જયન્તીપ્રશ્નોત્તરસંગ્રહ કે કેવળપ્રશ્નોત્તરસંગ્રહ પણ કહેવામાં આવે છે. આ કૃતિ પ્રાકૃતમાં રચેલી છે. આમાં મૂળ ૨૯ ગાથાઓ છે.
આ ગ્રંથની રચના પૂર્ણિમાગચ્છના પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજીમહારાજે કરેલ છે. આ ગ્રંથ ઉપર તેઓ શ્રીમના શિષ્યરત્ન પરમપૂજય આચાર્યભગવંત શ્રીમલયપ્રભસૂરીશ્વરજીમહારાજે એક વિશાળ વૃત્તિ લખી છે. વૃત્તિનો ગ્રન્થાગ્ર ૬૬૦૦ શ્લોકપ્રમાણ છે.
આ વૃત્તિમાં પ્રાકૃતભાષામાં જ લગભગ ૫૬ કથાઓ આપવામાં આવી છે, આ રીતે આ ગ્રંથ એક સારો કથાકોશ બની ગયેલ છે. આ વૃત્તિમાં કૌશાંબીની રાજકુમારી તથા મૃગાવતીની નણંદ તેમ જ ઉદયનની ફોઈની પણ કથા છે, તે ભગવાન મહાવીરના શાસનકાળમાં નિર્પ્રન્થ સાધુઓને વસતિ આપવાને કારણે પ્રથમ શય્યાતરી તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. જયન્તીશ્રાવિકાએ પ્રભુ મહાવીરને જીવ અને કર્મ વિશે અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તેના ઉત્તરો પ્રભુ મહાવીરે આપેલા છે તે આ ગ્રંથમાં આપવામાં આવેલ છે.
૧. આ સંપાદકીય લખાણમાં જૈ.બુ.સા. ઇતિહાસ ગુજરાતી આવૃત્તિ ભા.૬ તથા જૈ.સા.સં. ઇતિહાસ નવી આવૃત્તિમાંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધૃત કરીને લીધેલ છે. સંપા. ૨. સં. ૧૨૬૦માં વટ-વડગચ્છના (સર્વદેવસૂરિ-જયસિંહ-ચંદ્રપ્રભ-ધર્મઘોષ-શીલગુણસૂરિમાનતુંગસૂરિ શિ.) મલયપ્રભુ સ્વગુરુ માનતુંગસૂરિષ્કૃત જયન્તીપ્રશ્નોત્તરસંગ્રહ - સિદ્ધજયન્તી ૫૨ વૃત્તિ રચી. (પી. ૩, ૩૭) અને તે નાઉ નામની પ્રાગ્ધાટ જ્ઞાતિની શ્રાવિકાએ સં. ૧૨૬૧માં પંડિત મુંજાલ પાસે મુંકુશિકા સ્થાને લખાવીને અજિતપ્રભસૂરિની સમર્પિત કરી. (પી. ૩, ૪૫) [જૈ.સા.સં.ઈ. નવી આવૃત્તિ પૃષ્ઠ ૨૨૮ પેરા ૪૯૪.]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org